Western Times News

Gujarati News

સટ્ટામાં દેવું થતાં યુવકે માતા અને બહેનની ક્રૂર હત્યા કરી

Files Photo

હૈદરાબાદ: તેલંગાણાના હૈદરાબાદમાં ક્રિકેટના સટ્ટામાં પૈસા ગુમાવનાર ૨૩ વર્ષીય યુવકે તેની માતા અને બહેનને ઝેર આપીને હત્યા કરી હતી જેથી તે તેની સંપત્તિ વેચી શકે અને તેની લોન ચુકવી શકે. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે એમ ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ૨૩ નવેમ્બરના રોજ એક ૨૩ વર્ષીય બહેન અને ૪૪ વર્ષીય માતાના ખોરાકમાં કથિત રૂપે જંતુનાશકો મિશ્રિત કર્યા હતા.

સોમવાર મેડચલ પોલીસે સીએમઆર કોલોજના એમ ટેકના ૨૩ વર્ષીય વિદ્યાર્થી પી સાઈનાથ રેડ્ડીની પોલીસે ધરપકડ કરી છે જેની પર આરોપ છે કે તેણે તેની માતા પી. સુનિથા(૪૪) અને બહેન પી અનુજા રેડ્ડીની હત્યા કરી છે. જ્યારે સાઈનાથના પિતા પ્રભાકર રેડ્ડીનું ત્રણ વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. તેમની બચત અને વીમારક જે આશરે ૨૦ લાખ રૂપિયા હતી જે સુનિતાના બેંક એકાઉન્ટમાં જમા હતી. ભવ્ય જીવન જીવવા માંગતા સાઈ નાથે ક્રિકેટ મેચ પર સટ્ટો લગાવવાનું શરૂ કર્યું હતું.

મેડચર પોલીસ ઈન્સ્પેક્ટર એમ પ્રવીણ રેડ્ડીએ જણાવ્યું કે, ‘સુનિતાનું બેંક એકાઉન્ટ સાઈનાથના મોબાઈલ નંબર સાથે જોડાયેલું હતું. જેથી તે બેંક ખાતાની ઈન્ટરનેટ બેંકિંગની વિગતો જાણતો હતો. ક્રિકેટમેચ પર સટ્ટો લગાડવા માટે સાઈનાથે ત્રણ વર્ષમાં ૨૦ લાખ રૂપિયા ઉપયોગ કરી નાંખ્યા હતા. આ ઉપરાંત તેણે સુનીતાનું ૧૫ તોલા સોનાના ઘરેણાં પણ તેની જાણ વિના વેચી દીધા હતા. આ ઉપરાંત સાઈનાથે એમ મારફતે પણ તેણે કેટલીક લોન લીધી હતી.

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે પૈસા ધીરનારાઓએ સાઈનાથ પર દબાણ વધારવાનું શરૂ કર્યું હતું, જેમણે તેમના ઘરે નોટિસ મોકલવાની અને તેના પરિવારના સભ્યોનો સંપર્ક કરવાની ધમકી આપી હતી. ત્યારે તેણે તેની માતા અને બહેનને મારી નાખવાનું નક્કી કર્યું અને ત્યાર બાદ મિલકત વેચીને તે દેવું ભરપાઈ કરવાનું પ્લાનિંગ કર્યું હતું.

પ્લાનિંગ મુજબ સાઈનાથે મેડચાલ ખાતેથી જંતુનાશક દવા ખરીદી અને ૨૩ નવેમ્બરના રોજ ઘરે ચોખામાં ભેળવી દીધી હતી. શંકને ટાળવા માટે તેણે ઘરેથી ટિફિન ભર્યું અને રાજાબોલ્લારમમાં વાહનનો શોરૂમ ગયો હતો જ્યાં તે પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. રાત્રે તેને સુનિતાનો ફોન આવ્યો કે તેની તબિયત સારી નથી જેથી સાઈનાથ તુરંત ઘરે આવ્યો અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો. સારવાર દરમિયાન અનુષાનું ૨૭ નવેમ્બર અને સુનિતાનું ૨૮ નવેમ્બરના રોજ અવસાન થઈ ગયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.