Western Times News

Gujarati News

કોરોનાના ૧૮૦ દર્દીઓ માસ પ્રોનિંગ થેરાપી લઈ રહ્યા છે

Files Photo

રાજકોટ: મને ૪ દિવસ પહેલા બોલવાની કે ઉભા રહેવાની પણ શક્તિ નહોતી, શ્વાસ લેવામાં તકલીફ પડતી. અહીં રોજ દવા, ભોજન સાથે ત્રણ ટાઈમ કસરત કરાવી મારી બોલવાની અને હલવા ચલવાની શક્તિ પરત મેળવી હું ખુબ સારું અનુભવું છે, આ શબ્દો છે ૬૩ વર્ષીય બકુલેશભાઇના. રાજકોટ સિવિલમાં છેલ્લા ૫ માસથી ફિઝ્‌યોથેરાપીસ્ટ તરીકે સેવા આપતા ડો. મીરાલી ચગ જણાવે છે કે, કોરોનાના અનેક દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોઈ છે.

કોરોનાના કારણે તેમના ફેફસા પર વધુ પ્રભાવ પડતો હોઈ તેના શ્વસનતંત્રની રિધમ નોર્મલ કરવી જરૂરી હોઈ છે. અહીં સિવિલમાં અમારી ટીમ હાલ ૧૮૦ જેટલા દર્દીઓને દિવસમાં ત્રણ વાર માસ પ્રોનિંગ થેરાપી અને કસરત કરાવીએ છીએ.

પ્રોન થેરાપી વિષે ડો.મીરાલી જણાવે છે કે, આ થેરાપીમાં દર્દીને છાતીના ભાગે ઉલ્ટા સુવડાવવામાં આવે છે. પેટના ભાગે ઓશિકુ રાખવાનુ. આ અવસ્થામા ઉંડા શ્વાસ લેવના. આમ કરવાથી દર્દીઓને ઓક્સિજન વધારે પ્રમાણમાં મળે છે. દિવસમાં આ પ્રક્રિયા બેથી ત્રણ વાર એક કલાક માટે કરવામાં આવે છે. મોટી ઉંમરના દર્દીઓને સીધા સૂવાને બદલે પડખાભેર સુવા ડો. સલાહ આપે છે. આ ઉપરાંત દર્દીઓને શરીરમાં રહેલી નસ જકડાઈ ન જાય તે માટે હાથ પગની કસરત પણ નિયમિત કરાવવામાં આવે છે. જેનાથી દર્દીના શરીરમાં લોહીનું પરિભ્રમણ જળવાઈ રહે છે.

મોટા ભાગના દર્દીઓને ૨થી ૩ દિવસમાં ઓક્સિજનની માત્રા નોર્મલ થઈ જતી હોવાનું ડો. મીરાલી દર્દીઓના પ્રોગ્રેસ અંગે જણાવે છે. માત્ર એટલું જ નહિ દર્દી સાજા થઈ ગયા બાદ પણ કસરત અને પ્રોન થેરાપી ચાલુ રાખવાની તેઓ સલાહ આપે છે. સ્વાનુભવ વિષે વાત કરતા ડો. મીરાલી જણાવે છે કે, દિવાળી સમયે મને પણ કોરોના થયો હતા.

હુ હોમ આઇસોલેશન દરમ્યાન રોજ પ્રોન થેરાપી લેતી. જે મને સ્વસ્થ થવામાં ઉપયોગી બન્યાનું તેઓ જણાવે છે. હાલ કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર લેતા અનેક દર્દીઓ જીવનમાં પહેલીવાર કસરત કરી રહ્યા છે. શરૂઆતમાં તેઓને થોડું અજુગતું લાગે છે પણ ધીરે ધીરે તેઓ ટેવ કેળવી લે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.