Western Times News

Gujarati News

તુર્કીના રાષ્ટ્રપતિની કાશ્મીરમાં આતંકીઓને મોકલવાની યોજના

એથેન્સ, તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ એર્દોગન હંમેશા પાકિસ્તાનને ઘણી વાતોમાં સમર્થન આપે છે આ દરમિયાન નવો ખુલાસો થયો છે આ ખુલાસો ગ્રીસના એક જાણીતા પત્રકારે પોતાના રિપોર્ટમાં કર્યો છે. પત્રકાર એડ્રિયાસ માઉન્ટજાૈરોલીએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે એર્દોગન પાકિસ્તાનની સહાયતા માટે કાસ્મીર સીરિયાના વિદ્રોહી આતંકીઓને મોકલવાની યોજના બનાવી રહ્યાં છે આ માટે તુર્કીના અધિકારીઓએ ઘણા આતંકી જુથો સાથે વાત પણ કરી છે.

પોતાના લેખમાં એડ્રિયાસે લખ્યું છે કે સીરિયન નેશનલ આર્મી મિલિશિયાના સુલેમાન શાબ બ્રિગેડ્‌સના કમાંડર મુહમ્મદ અબુ ઇમ્સાએ થોડા દિવસો પહેલા જ પોતાના સાથી સભ્યોને કહ્યું કે તુર્કી અહીથી કાશ્મીરમાં પોતાના કેટલાક યુનિટ્‌સ તહેનાત કરવા માંગે છે સુલેમાન શાહ બ્રિગેડ્‌સને તુર્કીનું ખુલ્લુ સમર્થન હાંસલ છે. જેનું ઉત્તર સીરિયાના અફરિન જીલ્લામાં નિયંત્રણ છે.

સુલેમાન શાહે બ્રિગેડના કમાંડર અબુ ઇમ્સાએ પણ કહ્યું હતું કે તુર્કીના અધિકારી સીરિયાના અન્ય હથિયારબંધ જુથ સાથે આ વિષે વાત કરી રહ્યાં છે અબુ ઇમ્સાએ કહ્યું કે કાશ્મીર જનાર આતંકીઓને તુર્કી તરફથી ૨૦૦૦ ડોલરની રકમ આપવામાં આવશે કમાંડરે પોતાના જુથને કહ્યું કે કાશ્મીર પણ તેટલો જ પહાડી છે જેટલો આર્મીનિયાનો નાર્ગોના કારબાથખ છે.તુર્કીએ આર્મીનિયા સાથએની લડાઇમાં ખુલસ્ીને અઝરબૈઝાનનો સાથે આપ્યો હતો.એટલું જ નહીં તુર્કીએ સીરિયામાં પોતાના સાથી આતંકી સંગઠનના લડાકોને કારખાવામાં લડાઇમાં તહેનાત પણ કર્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.