Western Times News

Gujarati News

શિલ્પા શિંદે વેબ સીરીઝ પૌરષપુરમાં નજર આવશે

મુંબઈ: ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસ અને બિગ બોસ ૧૧ની વિનર શિલ્પા શિંદે ફરી એક વખત ચર્ચામાં છે. ટીવી ઇન્ડસ્ટ્રીને અલવિદા કહ્યાં બાદ એક્ટ્રેસ ડિજિટલ પ્લેટફર્મ પર તેની એક્ટિંગનાં જલવા વિખેરતી નજર આવશે. શિલ્પા શિંદે ટૂંક સમયમાં જ એકતા કપૂરની વેબ સીરિઝ પૌરષપુરમાં એક નવાં અવતારમાં નજર આવવાની છે. આ વેબ સીરીઝમાં શિલ્પા શિંદે એક મહારાનીનાં અવતારમાં નજર આવશે.

જેમાં તેનાં કિરદારનું નામ રાની મીરાવતી હશે. આ વેબ સીરિઝ દ્વારા શિલ્પા શિંદેનાં ફેન્સનો ઇન્તેઝાર પૂર્ણ થવાનો છે જ લાંબા સમયથી તેને ફરી એક વકત એક્ટિંગ કરતી જાેવા ઇચ્છા હતાં. ૭-૮ એપિસોડની આ વેબ સીરિઝ મિસ્ટ્રી અને રોમાંચથી ભરેલી હશે. જેમાં પહેલી વખત શિલ્પા શિંદે એક અલગ અંદાજમાં નજર આવશે. અત્યાર સુધી શિલ્પા શિંદે નેગેટિવ કેરેક્ટરથી લઇ કોમેડી કરતી નજર આવી ચૂકી છે. પણ આ પહેલી વખત છે

જ્યારે તે કોઇ મહારાનીનાં કિરદારમાં નજર આવશે. આ વેબ સીરિઝમાં શિલ્પા શિંદેનો રોલ હટકે હોવાની સાથે સાથે ખુબજ બો્‌લડ છે. આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલાં જ શિલ્પા સુનીલ ગ્રોવરનાં કોમેડી શો ગેમ્સ ઓફ ફિલ્મિસ્તાનમાં નજર આવવાની હતી પણ તેણે આ શો શરૂ થતા પહેલાં જ છોડી દીધો. મેકર્સ અને સુનિલ ગ્રોવર સાથે તેનાં રોલ અંગે થયેલી માથાકૂટમાં તેણે આ શો છોડી દિદો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.