Western Times News

Gujarati News

ICICI પ્રૂડેન્શિયનલ લાઈફ ઈન્શ્યોરન્સની AUM 20 વર્ષમાં રૂ. 2 લાખ કરોડને પાર કરી ગઈ

મુંબઈ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીની એસેટ અન્ડર મેનેજમેન્ટ(એયૂએમ) રૂ. 2 લાખ કરોડને પાર કરી ગયું છે. કંપનીએ 20 વર્ષની સફર દરમિયાન આ સીમાચિહ્ન હાંસલ કર્યો છે.

કંપનીએ 20 વર્ષ અગાઉ 7 ગરીબ બાળકોને પોલિસી જારી કરીને તેની કામગીરીની શરૂઆત કરી હતી. નાણાકિય વર્ષ 2020-21માં કંપનીનું કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ(એયૂએમ) રૂ. 100 કરોડ હતું. તે નાણાકિય વર્ષ 2009-10માં વધીને રૂ. 50000 કરોડ થયું હતું. ત્યારબાદ કંપની 2015માં રૂ. એક લાખ કરોડનું એયૂએમ હાંસલ કરનાર ઈન્શ્યોરન્સ ક્ષેત્રની પ્રથમ કંપની બની હતી.

આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સના એમડી અને સીઈઓ એન એસ કન્નને જણાવ્યું હતું કે, “રૂ. 2 લાખ કરોડની એસેટ્સનું સીમાચિહ્ન હાંસલ કરતાં અમે ખુબ ખુશીનો અનુભવ કરી રહ્યાં છીએ. આ બાબત અમારા ગ્રાહક-કેન્દ્રિત અભિગમ તેમજ ગ્રાહકોએ અમારામાં મૂકેલો ભરોસો દર્શાવે છે. ઉપરાંત આ બાબત અમારા કર્મચારીઓ, વિતરકો અને ભાગીદારો તેમના દરેક પ્રયાસમાં ગ્રાહકોને કેન્દ્રમાં રાખવાની પ્રતિબધ્ધતા ધરાવે છે તે સૂચવે છે.

અમે ગ્રાહકોની સુરક્ષા અને લોંગ-ટર્મ બચતની જરૂરિયાતને સંવેદનશીલતાં સાથે પૂરી પાડતી એક મજબૂત સંસ્થા બનાવવાના અમારા વિઝનથી માર્ગદર્શિત થઈને કામ કરતાં રહીશું. દેશમાં અગ્રણી લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓમાંની એક તરીકે દરેક ભારતીયની સુરક્ષા કરવી અને તેને નાણાકિય સુરક્ષા પૂરી પાડવી એ અમારું મિશન છે.”

તેની 20 વર્ષની સફરમાં કંપનીએ ઘણા ઉદ્યોગ પરિમાણો બદલ્યાં છે અને ભારતીય શેરબજારો પર લિસ્ટ થનારી તે પ્રથમ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની હતી. ચુસ્ત ઈન્વેસ્ટમેન્ટ ફિલોસોફીને કારણે કંપનીએ શરૂઆતથી લઈને અત્યાર સુધી કોઈપણ સ્થિતિમાં કોઈ એનપીએ નોંધાવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.