Western Times News

Gujarati News

ભરૂચ ડીસ્ટ્રીક રાઈફલ એસો.ના છ શૂટરોએ ૧૬ મેડલ મેળવ્યા

(પ્રતિનિધિ) ભરૂચ : સુરત ખાતે યોજાયેલ સુરત ડિસ્ટ્રિક્ટ શુટિંગ કોમ્પિટિશન જે રાજ્યકક્ષા ની ટુર્નામેન્ટ હતી.તેમાં ભરૂચ ડીસ્ટ્રીક રાઈફલ એસોસિએશનના છ શૂટરોએ કુલ ૧૬ મેડલ મેળવી ભરૂચ જીલ્લાનું નામ રોશન કરેલ છે. સુરત ખાતે ૧ અને ૨જી જૂનના રોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાત રાજ્યના ૧૨ જીલ્લાના ૨૩૦ જેટલા શૂટરોએ ભાગ લીધો હતો.

જેમાં પીપ સાઈટ એર રાઈફલ પર સુજલ શાહે ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ, ઓપન સાઈટ એર રાઈફલ પર ખુશી ચુડાસમા એ ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ,ઓપન સાઈટ એર રાઈફલ પર ધનવીર રાઠોડે ૨ ગોલ્ડ ૧ સિલ્વર મેડલ, એર પિસ્તોલ પર અધ્યયન ચૌધરીએ ૧ બ્રોન્ઝ મેડલ, એર પિસ્તોલ પર પાર્થ રાજાવતે ૧ ગોલ્ડ ૧ સિલ્વર મેડલ, પીપ સાઈટ એર રાઈફલ પર ઉત્કર્ષ પાંડેએ ૧ સિલ્વર મેડલ, પીપ સાઈટ એર રાઈફલ પર જાનવી પીનારા એ ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ મેળવી ભરૂચ જીલ્લાનું નામ રોશન કર્યું છે.

રાજ્યમાં સૌથી વધુ મેડલ મેળવનાર જીલ્લામાં ભરૂચ જીલ્લો કુલ ૧૬ મેડલ મેળવનાર જીલ્લા તરીકે મોખરે રહેતા ભરૂચ જજલ્લાના દરેક શૂટરોને ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઈફલ એસોસિએશન ના પ્રમુખ અરુણસિંહ રણાએ આશ્વાસન આપી અભિનંદન પાઠવ્યા હતા.આ સાથે અરુણસિંહ રણા ના પ્રમુખ પદ હેઠળ ભરૂચ ડિસ્ટ્રીકટ રાઈફલ એસોસિએશન સમગ્ર ભરૂચ જીલ્લામાં શૂટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહેલ છે.તો કોચ મિત્તલ ગોહિલે અને ભરૂચ જીલ્લા રાઈફલ શૂટિંગ એસોસિએશન અને ગન શૂટિંગ એકેડમી અંકલેશ્વર ના સાથ અને સહકારથી જીલ્લાના શૂટરોએ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.