Western Times News

Gujarati News

આમોદના ઈખર ગામેથી ૧.૩૩૦ ગ્રામ ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો

(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)
અંકલેશ્વરની મહિલા પાસેથી વેંચાણ કરવા લીધો હતો.
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના ઇખર ગામે એક ઈસમના ઘરમાં ગાંજો હોવાની બાતમી ભરૂક એસઓજી ને મળી હતી.જેથી ભરૂચની એસઓજીએ ઈખર ગામે રેડ કરી શહેનશાહ નગરીમાં રહેતા એક ઈસમની ધરપકડ કરી હતી.તેમજ ગાંજો પૂરો પાડનાર અંકલેશ્વર ની એક મહિલા સામે પણ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈટ્રોનિક એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના ઇખર ગામે શહેનશાહ નગરીમાં રહેતા ઈસ્માઈલ અહમદ અલી લુલા ગાંજો વેચવાના ઈરાદે પોતાના ઘરમાં ગાંજો મુક્યો હોવાની બાતમી ભરૂચ એસઓજીને મળી હતી.જેથી ઈખર ગામે રેડ કરી ઈસ્માઈલ અહમદ અલી લુલાના ઘરમાં તપાસ કરતાં ફ્રીઝની બાજુમાં ભૂરા કલરની પ્લાસ્ટિક ની થેલીમાં વેંચાણ કરવાના ઈરાદા ૧.૩૩૦ ગ્રામ ગાંજા સાથે એક સાદો મોબાઈલ મળી કુલ ૮૪૮૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમની ધરપકડ કરી હતી.આ ઉપરાંત ઈખર ગામે ઈસ્માઈલ અહમદ અલી લુલાને ગાંજો આપનાર અંકલેશ્વર ની રસેદાબેન સીરાજ શેખ સામે પણ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈટ્રોનિક એકટ મુજબ ગુનો નોંધી તેને પણ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.