Western Times News

Gujarati News

અરવલ્લી પોલીસવડા કચેરીએ પત્ની-માતાનો આત્મવિલોપનનો પ્રયાસ

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના વારેણા ગામનો ૨૮ વર્ષીય યુવક વનરાજસિંહ ચંદુસિંહ પરમાર ઘરે થી કામકાજ અર્થે નીકળ્યા પછી જાન્યુઆરી મહિનામાં શંકાસ્પદ હાલતમાં નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો પરિવારજનોએ જે તે સમયે યુવકની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હોવાની રજુઆત કરી હતી આ ઘટનાને ૭ મહિના થવા છતાં મૃતક યુવકની પત્ની અને માતાએ બાયડ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરવાને બદલે મામલો દબાઈ દીધો હોવાના આક્ષેપ કરી ગુરુવારે ન્યાયની માંગ સાથે જીલ્લા પોલીસ અધિક્ષક ખાતે પરિવારજનો સાથે પહોંચી યુવકની પત્ની-માતા આતમવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા જીલ્લા પોલીસવડા કચેરીએ ઉપસ્થિત પોલીસે બંનેની અન્ય પરિવારજનો સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

વારેણા ગામનો ૨૮ વર્ષીય યુવક વનરાજસિંહ ચંદુસિંહ પરમારના શંકાસ્પદ મોત અંગે ન્યાયની તપાસની માંગ સાથે પરિવારજનો અને ગ્રામજનોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું તેમ છતાં પરિવારજનોને ન્યાય નહિ મળ્યો હોવાની માંગ સાથે જીલ્લા પોલીસવડા કચેરી ખાતે મૃતક યુવકની પત્ની અને માતા શરીરે કેરોસીન છાંટી આતમવિલોપન કરવા પહોંચતા પોલીસને આગોતરી જાણ હોવાથી મૃતક યુવકની પત્ની-માતાની અટકાયત કરી આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો પોલીસવડા કચેરી ખાતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેતા પોલીસવડા કચેરી કિલ્લેબંધીમાં ફેરવાઈ હતી.

ગુરુવારે વારેણાના વનરાજસિંહ ચંદુસિંહ પરમાર પરમારની પત્ની-માતા અને પરિવારજનો મોટી સંખ્યામાં જીલ્લા પોલીસવડા કચેરી બહાર પહોંચી “અમારે ન્યાય જોઈએ” અને પોલીસ પૈસા ખાઈ ગઈ હોવાનો સૂત્રોચ્ચાર કરતા અને બૂમો પાડતા જીલ્લા સેવાસદન કચેરી ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો જોગાનું જોગ વારેણાના યુવકની જાન્યુઆરી મહિનામાં લાશ મળી ત્યારે બાયડ પીએસઆઈ તરીકે બુધવારે રાત્રે ગાંધીનગર એસીબી ટ્રેપમાં ફરાર મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી.બ્રહ્નભટ્ટ ચાર્જ માં હોવાથી પરિવારજનોએ લાખ્ખો રૂપિયા ખાઈ ગયો હોવાનો જાહેરમાં આક્રોશ સાથે આક્ષેપ કરી પીએસઆઈ કે.ડી.બ્રહ્નભટ્ટ ના નામે છાજીયા લેતા આતમવિલોપન નિષ્ફળ બનાવવા ઉભેલ મોડાસા ટાઉન પોલીસ અને એસઓજી પોલીસમાં સોપો પડી ગયો હતો.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.