Western Times News

Gujarati News

બાયડ તાલુકાના રડોદરા અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું

બાયડ તાલુકાના રડોદરા ગામે ટ્રેકટરની ટ્રોલી માટી ખાલી કરતાં ટ્રેકટર ની ટોલી પલટી ખાઈ જતાં એક મહિલાનું ટેકટર ની ટોલી નીચે દબાઈ જતાં મોત  નીપજ્યું  હતું
રડોદરા ગામે આવેલા રામેશ્વર મંદિરમાં માટી ખાલી કરવા આવેલા ટ્રેકટરની ટ્રોલીનો હાઈડ્રોલિક પંપ ફાટતા ટ્રોલી પલટી ખાઈ જતાં બાજુમાં ઉભેલી  કોદરીબેન કાંતિભાઈ વાળંદ નામની મહિલા ટ્રોલી નીચે દબાઈ જતાં મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની બાયડ પોલીસને જાણ કરાતાં ઘટનાસ્થળે પહોંચી મહિલાના મ્રુતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

દિલીપ પુરોહિત.  બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.