Western Times News

Gujarati News

શ્રીલંકામાં યોજાનારા જેમ્સ-જવેલરી એકઝીબિશનમાં ગુજરાતનું જેમ્સ-જેવલરી ક્ષેત્ર સહભાગી થવા ઉત્સુક

શ્રીલંકાના ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી-ઇન્ટરનેશનલ ટ્રેડ મિનીસ્ટર મુખ્યમંત્રીશ્રીને શ્રીલંકાની મૂલાકાતે આવવાનું નિમંત્રણ પાઠવ્યુ

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની શ્રીલંકાના ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી અને ઇન્ટરનેશનલ  ટ્રેડ મિનીસ્ટર મંત્રી શ્રી મલિક સમરવિક્રમા અને હાઇકમિશનર શ્રીયુત ઓસ્ટીન ફર્નાન્ડોએ ગાંધીનગરમાં શુભેચ્છા મૂલાકાત લીધી હતી.  મુખ્યમંત્રીશ્રી સાથે તેમણે શ્રીલંકામાં ટૂરિઝમ ડેવલપમેન્ટના ક્ષેત્રોમાં ગુજરાતની સહભાગીતા વિશે વિચાર-વિમર્શ કર્યો હતો.

તેમણે મુખ્યમંત્રીશ્રીને કહ્યું કે, ગત વર્ષોમાં ૪ લાખ જેટલા પ્રવાસીઓ શ્રીલંકાના પ્રવાસે ભારત અને ગુજરાતથી આવેલા છે અને પ્રવાસન પ્રવૃત્તિને એનાથી ઘણું બળ મળ્યું છે. શ્રીલંકન એરલાઇન્સે પ્રવાસીઓને આકર્ષિત કરતા જુદા જુદા ડિસ્કાઉન્ટ પેકેજ જાહેર કરેલ છે તેની પણ વિગતો તેમણે આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ પણ ગુજરાતના ટુરિઝમ પોટેન્શ્યલ અને ડેવલપમેન્ટની ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે વધુ પ્રમાણમાં પ્રવાસીઓને શ્રીલંકા પ્રવાસ માટે આકર્ષવા શ્રીલંકન એરલાઇન્સે અમદાવાદથી શ્રીલંકાની સીધી ફલાઇટ સેવા શરૂ કરવાની દિશામાં વિચારવું જોઇયે.        શ્રીલંકન મંત્રીશ્રીએ આગામી ઓકટોબરમાં શ્રીલંકામાં યોજાનારા જેમ્સ એન્ડ જવેલરી એકઝીબિશનમાં સુરત-દિક્ષણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ડાયમન્ડ એસો. સહભાગી થવા ઉત્સુક છે તેમ જણાવ્યું હતું. તેમણે મુખ્યમંત્રીશ્રીને શ્રીલંકાની મૂલાકાતે આવવાનું નિમંત્રણ પણ પાઠવ્યું હતું. આ સૌજન્ય મૂલાકાત વેળાએ મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.