Western Times News

Gujarati News

હવે ટી-૨૦માં બોલર્સ પણ હેલમેટ પહેરી બોલિંગ કરશે

લંડન, ક્રિકેટ જગતમાં અનેક પરિવર્તનો આવી રહ્યાં છે. સાથે જ અવનવા પ્રયાસો પણ થઈ રહ્યાં છે. તેમાં સૌથી મહત્વની જરૂરિયાત છે મેદાન પરના ખેલાડીની સુરક્ષા. તાજેતરમાં જ બેટ્‌સમેનને મેચ દરમિયાન બોલ વાગવાની ઘટનાઓ વધી છે. તો સામે બોલરોની સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થયા છે. જેનું નિરાકરણ પણ શોધવામાં આવ્યું છે. હવેથી આગામી ટી-૨૦ ક્રિકેટમાં બોલર પણ હેલ્મેટ પહેરીને બોલિંગ કરતા જાેવા મળશે. ઈંગ્લિશ કાઉન્ટી ટીમ યોર્કશાયરનો ફાસ્ટ બોલર બેન કોડ હેલમેટની ડિઝાઈન તૈયાર કરી રહ્યો છે.

થોડા દિવસ અગાઉ ભારત-એ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં જસપ્રીત બુમરાહના શોટ પર ફાસ્ટ બોલર કેમરુન ગ્રીન ઈજાગ્રસ્ત થયો હતો. ન્યૂઝીલેન્ડની ઘરઆંગણાની ટૂર્નામેન્ટમાં અનેક બોલર પહેલાથી જ હેલમેટ પહેરી રહ્યા છે. જાેકે, બોલરો માટે તે વધુ ઉપયોગી નથી.

વર્ષ ૨૦૧૭માં ઈંગ્લિશ કાઉન્ટીની મેચમાં વોર્કશાયર વિરુદ્ધ નોટિંઘમશાયરનો બોલર લ્યૂક ફ્લેચરના માથા પર સેમ હેનનો શોટ વાગ્યો હતો. જેના કારણે તે આખી સિઝન માટે બહાર થઈ ગયો અને ૬ મહિના સુધી ગાડી ચલાવી શક્યો ન હતો. તેણે તેના અંગે એક આખું પુસ્તક ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે, તમે જ્યારે બોલિંગ કરતીને પિચ પર ૬ યાર્ડ સુધી પહોંચો છો ત્યારે તમે બેટ્‌સમેનથી માત્ર ૧૦ યાર્ડ દૂર રહો છો. આ સ્થિતિમાં નવો બોલ અને ભારે ભરખમ બેટના શોટથી બચવું મુશ્કેલ હોય છે.

૧૨ વર્ષથી કાઉન્ટી રમતા ૩૨ વર્ષના ફ્લેચરે કહ્યું હતું કે, આજે બેટ્‌સમેન વધુ મજબૂત થયા છે. બેટ્‌સમેન જેટલી તાકાત સાથે શોટ રમે છે, તે અગાઉ કરતા વધારે આક્રમક હોય છે. આગામી એક વર્ષમાં તે ક્યાં પહોંચશે તેનો અંદાજ લગાવી શકાય એમ નથી. હું નસીબદાર છું કે મને ગંભીર ઈજા થઈ નહીં. કોડે કહ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન મેં હેલમેટ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. હું ઈજાગ્રસ્ત થવાને બદલે સુરક્ષાની વ્યવસ્થા સાથે મેચ રમવા માગીશ. હોકીનું હેલમેટ આપણો સંપૂર્ણ બચાવ કરતું નથી. કોડ અને ફ્લેચરની જેમ અનેક બોલરો ટી૨૦ દરમિયાન નેટ પર બોલિંગ કરતા નથી. જેથી તેઓ જાેખમથી બચી શકે. ટી૨૦ આવ્યા પછી ખેલાડીઓની સ્ટાઈલમાં પણ પરિવર્તન આવ્યું છે.

આ અગાઉ ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવા અંગે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપલે પણ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, ઓન ફીલ્ડ સેફ્ટીના નિયમ અંગે સમીક્ષા કરવી જાેઈએ. તેમાં બેટિંગ ટેક્નીકની સાથે બેટ્‌સમેન, બોલર અને અમ્પાયરને પણ ધ્યાનમાં રાખવા જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.