Western Times News

Gujarati News

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ગૃહમંત્રી સ્તરની ચર્ચા

નવી દિલ્હી, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 07 ઓગસ્ટ, 2019ના રોજ નવી દિલ્હીમાં ગૃહમંત્રી સ્તરની ચર્ચા (એચએમએલટી)ની સાતમી બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને બાંગ્લાદેશના ગૃહમંત્રી શ્રી અસદ-ઉજ-જમા ખાને કરી હતી.

ગૃહમંત્રીએ બીજીવાર બાંગ્લાદેશના ગૃહમંત્રીનો કાર્યભાર સંભાળવા બદલ ગણમાન્ય અતિથિને શુભેચ્છા પાઠવી હતી. તેમણે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના વિકાસના એજન્ડાને ભારતનું પૂર્ણ સમર્થનની વાત પુનરાવર્તિત કરી. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોના મહત્વને પુનરાવર્તિત કરી કહ્યું કે 1971ના મુક્તિ સંગ્રામ દરમિયાન બનેલા આ સંબંધો આજે વ્યૂહાત્મક ભાગીદારીથી ઘણાં આગળ વધી ગયા છે. આજે, આ સંબંધ સમગ્ર વિશ્વ માટે સારા પડોશી સંબંધોની પ્રેરણા બની ગયા છે. જેના મૂળ ઈતિહાસ, સંસ્કૃતિ, ભાષા અને પરસ્પર લોકતાંત્રિક મૂલ્યો, ધર્મ નિરપેક્ષતા, વિકાસ ભાગીદારી અને અગણિત બીજી સમાનતાઓ સુધી ફેલાયા છે.

બેઠક દરમિયાન બંને મંત્રીઓએ એ વાત પર સંતોષ વ્યક્ત કર્યો કે બંને દેશ સુરક્ષા તેમજ સીમા વ્યવસ્થા સહિત દરેક ક્ષેત્રમાં પહેલાની જેમ વધુ હળીમળીને કાર્ય કરશે. બંને મંત્રીઓએ સરહદને મૈત્રીપૂર્ણ બનાવી રાખવાની વ્યક્ત કરી અને આ સંબંધોમાં બંને દેશોના સીમા સુરક્ષા દળોની વચ્ચેના નિકટના સહયોગની પ્રશંસા કરી. ગૃહમંત્રીએ બાંગ્લાદેશની એ નીતિની પ્રશંસા કરી જે અનુસાર તેઓ કટ્ટરપંથીઓ અને ઉગ્રવાદીઓને તેમના ભૂભાગનો ઉપયોગ ભારત સહિત બીજા દેશોમાં હિંસા ફેલાવવા માટે નહીં કરવા દે.

આ બેઠક દરમિયાન દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ સાથે જોડાયેલ મુદ્દાઓ પર ચર્ચા થઈ. બંને ગૃહમંત્રીઓએ એ વાતની જરૂરિયાત પર ભાર આપ્યો કે સીમા પારના ગુનાના જોખમોને રોકવાની જરૂર છે. તેના માટે બંને સુરક્ષિત સીમાના લક્ષ્યો મેળવવા માટે સહયોગ વધારવા માટે સહમત થયા. બંને પક્ષોએ સીમા પર સુરક્ષા તેમજ આધારભૂત માળખા સાથે સંબંધિત બાકી મુદ્દાઓની પણ સમીક્ષા કરી આ મુદ્દાઓનો ઝડપથી નિકાલ કરવા માટે પગલાં લેવા પર સહમતિ વ્યક્ત કરી. ગૃહમંત્રી અમિત શાહે ખાસ કરીને પૂર્વોત્તર ભારતમાં ઘૂષણખોરીની સમસ્યાનો ઉકેલ શોધવાના મુદ્દાને ધ્યાનમાં રાખતા સીમા પારથી લોકોની ગેરકાયદેસર ઘૂષણખોરીની બાબતમાં ચિંતા વ્યક્ત કરી.

ગૃહમંત્રીએ પોતાના બાંગ્લાદેશી સમકક્ષને તેમના દેશમાં શરણ લીધેલા મ્યાનમારના નાગરિકોને સુરક્ષિત અને ઝડપી પાછા લાવવા માટે ભારતના સતત સમર્થનનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો. આ લોકોને ભારતે સપ્ટેમ્બર 2017 થી ચાર જગ્યાઓ પર માનવીય સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે.

બંને નેતાઓએ લોકોની વચ્ચે સંપર્કને સરળ બનાવવા અને કનેક્ટીવીટીને પ્રોત્સાહિત કરવા સહિત વ્યાપાર, સ્વાસ્થ્ય તેમજ પર્યટન સાથે જોડાયેલ અવર-જવર માટે સહયોગ વધારવા પર પણ આગળ વધવાની વાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.