Western Times News

Gujarati News

ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ લગ્નના બંધનમાં બંધાયો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા પ્રવાસેથી પરત ફર્યાના થોડા દિવસો પછી ભારતનો સ્ટાર બોલર યુજવેન્દ્ર ચહલ લગ્નના બંધનમાં બંધાયો છે. તેણે કોરિયોગ્રાફર અને યૂટ્યુબર ધનશ્રી વર્મા સાથે મંગળવારે ગુરુગ્રામમાં સાત ફેરા લીધા છે. ચહલે ઇંસ્ટાગ્રામ પર ફોટો શેર કરીને પોતાના લગ્નની વાત જણાવી હતી. લગ્નની તસવીરમાં ધનશ્રીએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે. જ્યારે ચહલ લાલ રંગની પાઘડી શેરવાની પહેરી છે. આ વર્ષે ઓગસ્ટમાં ચહલે ધનાશ્રી સાથે સગાઇની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.

આ કપલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રશંસકોને ખુશખબરી આપી હતી. સગાઇ પહેલા ચહલ અને ધનાશ્રીએ પોતાના સંબંધો જાહેર કર્યા ન હતા. ધનશ્રી વર્મા કોરિયાગ્રાફ હોવાની સાથે એક ડોક્ટર અને યૂટ્યુબર છે. લગ્ન પહેલા ચહલ ધનશ્રી વર્મા સાથે ઘણા ઝુમ સેશન્સમાં એક્ટિવ જાેવા મળ્યો હતો. આઈપીએલ દરમિયાન આરસીબીના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પેજ પરથી ચહલ અને ધનશ્રી વર્માના ઇન્ટરવ્યૂનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો.

વીડિયોમાં ચહલે ધનશ્રી સાથે પોતાની લવસ્ટોરી વિશે બતાવ્યું હતું. ઇન્ટરવ્યૂ દરમિયાન ચહલે બતાવ્યું કે કેવી રીતે ડાન્સ ક્લાસ દરમિયાન તેની અને ધનશ્રીની દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. ચહલે વીડિયોમાં જણાવ્યું કે હું બાળપણથી જ ડાન્સ શીખવા માંગતો હતો. ભાંગડા અને બધુ જ.

એકબીજાને જાણ્યાના બે-અઢી મહિના પછી મેં પોતાના પરિવારને અમારા રિલેશનશિપ વિશે વાત કરી હતી. બે મહિનાના ડાન્સ ક્લાસ પછી મેં પોતાની ફેમિલીને કહ્યું કે હું ધનશ્રી સાથે લગ્ન કરવા માંગું છં. ધનશ્રીએ ચહલને ડાન્સમાં ૧૦માંથી ૭ નંબર આપ્યા હતા. કારણ કે યુઝી ઘણો ઇમાનદાર અને મહેનતી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.