Western Times News

Gujarati News

સોમાણી હોમ ઇનોવેશને હાઇજિન અને ડિસઇન્ફેક્ટન્ટ ક્ષેત્રે પ્રવેશ કર્યો

એક્ટિવિઓ ફુડ સ્ટરિલાઇઝર અને હિંદવેર પર્જ સરફેસ ડિસઇન્ફેક્ટન્ટ જનરેટર સાથે ઓલ-ન્યુ સેનિટાઇઝેશન પ્રોડક્ટ્સ લોંચ કરી

નવી દિલ્હી, 22 ડિસેમ્બર, 2020 –‘હિંદવેર એપ્લાયન્સિસ’ના નિર્માતા સોમાણી હોમ ઇનોવેશન લિમિટેડે હાલમાં ચાલી રહેલી કોવિડ-19 કટોકટીના પ્રતિસાદરૂપે ડિસઇન્ફેક્ટન્ટ પ્રોડક્ટ્સ – હિંદવેર એક્ટિવિઓ ફુડ સ્ટરિલાઇઝર અને હિંદવેર પર્જ સરફેસ ડિસઇન્ફેક્ટન્ટ જનરેટર લોંચ કરીને સેલ્ફ-એસેન્શિયલ્સ સેગમેન્ટમાં ઝંપલાવ્યું છે. અનુક્રમે રૂ. 4990 અને રૂ. 9999ની કિંમત સાથે હિંદવેર એક્ટિવિઓ ભારતભરમાં મેટ્રો કેશ એન્ડ કેરી સ્ટોર્સ તથા સામાન્ય રિટેઇલ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે તેમજ હિંદવેર પર્જ evok.in, ક્રોમા અને રિલાયન્સમાં ઉપલબ્ધ છે.

ટૂંક સમયમાં આ પ્રોડક્ટ્સ ફ્લિપકાર્ટ અને Amazon.in ઉપર પણ ઉપલબ્ધ બનશે. ગ્રાહકોના આરોગ્ય અને સ્વચ્છતાને ટોચની પ્રાથમિકતા આપતાં કંપનીએ ટેક્નોલોજી પ્રોડક્ટ્સના નિર્માણ માટે તેના આરએન્ડડીમાં રોકાણ કર્યું છે, જેથી ભારતીય ગ્રાહકોને વાઇરસ અને બિમારીઓ સામે ડિસઇન્ફેક્શન ઓફર કરી શકાય.

હાલમાં ચાલી રહેલી મહામારીને કારણે સંસ્થાઓ અને લોકોને ફટકો પડ્યો છે તેમજ લોકોના જીવન, કામ, અભ્યાસ અને સામાજિક અંતર સાથે સંવાદની રીત કાયમી રીતે બદલાઇ ગઇ છે. વાઇરસ અને બેક્ટેરિયાને દૂર કરવા માટે સોમાણી હોમ ઇનોવેશન લિમિટેડે હિંદવેર દ્વારા એક્ટિવિયો લોંચ કર્યું છે.

આ ફુડ સ્ટરિલાઇઝર છે, જેનાથી તાજા ઉત્પાદો, માંસ અને કટલરીને સાફ કરી શકાય છે. 10 લીટરની ક્ષમતાથી સજ્જ આ ઉપકરણ ઓલ-નેચરલ ઓઝોન પ્યુરિફિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જેથી સૂક્ષ્મજંતુઓ, પ્રિઝર્વેટિવ્સ અને રિપનર્સ વગેરેના નિશાન દૂર કરે છે. તે પ્રોડક્ટ્સના દરેક પાસાને યોગ્ય પ્રકારે ડિસઇન્ફેક્ટ અને સ્ટરિલાઇઝ કરે છે,

જે સામાન્ય વોશિંગથી પ્રાપ્ત કરી શકાતું નથી. વિશેષ પ્રકારે તૈયાર કરાયેલા એર બર્સ્ટ સ્ટોનથી સજ્જ એક્ટિવિયો શક્તિશાળી માઇક્રો-બબલ્સ પેદા કરે છે, જેનાથી ફળો અને શાકભાજીની સપાટી ઉપરના તમામ બાહ્ય અવશેષો ધોવાઇ જાય છે તેમજ બિમારી, ઇન્ફેક્શન્સ અને ઓર્ગન બિમારીઓ માટે કારણભૂત ઝેરી પદાર્થો દૂર થાય છે.

અન્ય પ્રોડક્ટ પર્જ કે જે સરફેસ ડિસઇન્ફેક્ટન્ટ જનરેટર છે તે ત્રણથી ઓછી મીનીટમાં પ્યુરિફાઇડ વોટરનો ઉપયોગ કરીને ડિસઇન્ફેક્ટન્ટ સોલ્યુશન પેદા કરે છે, જેને ફર્નિચર, ઘરેલુ ઉપકરણો, બાથટબ, કીબોર્ડ, માઉસ, વાહનો, ફળો, શાકભાજી અને વાસણો વગેરે જેવી વિવિધ પ્રકારની સપાટી ઉપર સ્પ્રે કરી શકાય છે. 99 ટકા વાઇરસને અસરકારક રીતે દૂર કરવા પર્જ ટીયુવી-એસયુડી સાઉથ એશિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટેસ્ટેડ અને સર્ટિફાઇડ છે.

આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં સોમાણી હોમ ઇનોવેશન લિમિટેડના સીઇઓ અને હોલ ટાઇમ ડાયરેક્ટર રાકેશ કૌલે જણાવ્યું હતું કે, “કોવિડ-19થી માનવીની જીવનશૈલીમાં અભુતપૂર્વ બદલાવ આવ્યો છે. સામાજિક અંતર, માસ્ક અને હાઇજિન આપણા જીવનનો અભિન્ન હિસ્સો બન્યાં છે.

ગ્રાહકોની આદતમાં આવેલું પરિવર્તન જળવાઇ રહેશે અને હાઇજિન તરફ સેન્ટિમેન્ટમાં વધારો થતાં ફુડ સ્ટરિલાઇઝર્સ અને સરફેસ ડિસઇન્ફેક્ટન્ટ જનરેટર્સ સહિતની ડિસઇન્ફેક્ટન્ટ પ્રોડક્ટ્સની માગ અને સપ્લાય વચ્ચેની ખાઇ વિશાળ બની છે. સોમાણી હોમ ઇનોવેશન લિમિટેડ ખાતે અમારા ગ્રાહકોનું આરોગ્ય ટોચની પ્રાથમિકતા છે. પર્જ અને એક્ટિવિઓના લોંચ સાથે અમને હેલ્થ અને હાઇજિન સેગમેન્ટમાં પ્રવર્તમાન ખાઇ ઘટાડવાની અપેક્ષા છે. અમે આ લોંચ માટે બજારમાંથી સારા પ્રતિસાદની આશા છે કારણકે ગ્રાહકો અસરકારક હાઇજિન પ્રોડક્ટ્સ ઇચ્છી રહ્યાં છે.”

એક્ટિવિઓ ફુડ સ્ટરિલાઇઝર 3 પ્રી-સેટ ફંક્શન્સ સાથે ઉપલબ્ધ છે, જે યુઝર્સને તાજા ઉત્પાદો, માંસ અને કટલરીની સફાઇ માટે સમર્પિત મોડ્સ પ્રદાન કરે છે. આ ઉપકરણ 10 લીટરની ક્ષમતા ધરાવે છે, જેથી તમારા કરિયાણાને શુદ્ધ કરવા માટે તમારે વધારાના વોશિંગ બાઉલની જરૂર ન રહે તે સુનિશ્ચિત કરી શકાય છે અને જંતુઓ સાથેનો તમારો સંપર્ક ઓછો રહે છે.

પર્જ સરફેસ ડિસઇન્ફેક્ટન્ટ જનરેટ તમારા ઘર, વાહનો અને ઓફિસના સ્થળને બેક્ટેરિયા અને સૂક્ષ્મજંતુઓ વગેરેથી મુક્ત રાખવા તેમજ તેને સેનિટાઇઝ કરવા માટે વિશેષ પ્રકારે ડિઝાઇન કરાયું છે. પર્જ NaCIO/HOCIનો ઉપયોગ કરે છે, જે ડિસઇન્ફેક્ટન્ટ સોલ્યુશન છે તેમજ ઇન-બિલ્ટ ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શન દ્વારા તૈયાર કરાયું છે. પર્જ ડિસઇન્ફેક્ટન્ટ દ્વારા પેદા થતું NaCIO સોલ્યુશન ડિસઇન્ફેક્શન અને જંતુઓને દૂર કરવામાં અત્યંત અસરકારક છે. આ પ્રોડક્ટ ઓલ-ઇન-વન સેનિટાઇઝેશન, ડિસઇન્ફેક્શન, શેવાળ અને ગંધને દૂર કરે છે તથા ઉપયોગમાં વાજબી છે. માત્ર 5વો વીજ વપરાશ સાથે આ 420 જીએમ ઉપકરણ 200 મીલી સુધી ડિસઇન્ફેક્ટન્ટ જાળવી શકે છે અને 1 વર્ષની વોરંટી ધરાવે છે.

હિંદવેર એપ્લાયન્સિસ ભારતમાં આઇઓટી સક્ષમ કનેક્ટેડ એપ્લાયન્સિસની સૌથી મોટી અને ઝડપથી વૃદ્ધિ સાધતી કન્ઝ્યુમર પ્રોડક્ટ કંપનીપૈકીની એક છે, જે વોટર હીટર્સથી લઇને વોટર પ્યુરિફાયર્સ, એર કૂલર્સ, એર પ્યુરિફાયર્સ, ફેન અને કિચન એપ્લાયન્સિસની વિશાળ શ્રેણી ગ્રાહકોનેઓફર કરે છે. તે આજના આધુનિક ગ્રાહકોની જીવનશૈલીને અનુરૂપ છે અને ભારતમાં ઘરને સારું બનાવવામાં યોગદાન આપે છે. હાલમાં સોમાણીહોમ ઇનોવેશન લિમિટેડ (એસએચઆઇએલ) સમગ્ર ભારતમાં 9250થી વધુ રિટેઇલ આઉટલેટ્સ, 700થી વધુ ડિસ્ટ્રિબ્યુટર પાર્ટનર્સ અને800થી વધુ મોર્ડન રિટેઇલ સ્ટોર્સનું નેટવર્ક ધરાવે છે. તાજેતરમાં કંપનીએ વોટર પ્યુરિફાયર્સ, વોટર હીટર્સ, એર પ્યુરિફાયર્સ અને ચીમનીમાંઆઇઓટી સક્ષમ એપ્લાયન્સિસમાં તેની પ્રોડક્ટ કેટેગરીનું વિસ્તરણ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.