Western Times News

Gujarati News

અનંત યુનિવર્સિટી ખાતે યોજાયો બીજો પદવીદાન સમારોહ

૨૨ વિદ્યાર્થીઓએ સ્નાતકની પદવી મેળવી
ભારતની પ્રથમ ડિઝાઇન યુનિવર્સિટી, અનંત રાષ્ટ્રીય યુનિવર્સિટીના બીજા સમારોહનું આયોજન 9 ઓગસ્ટ 2019 ના રોજ તેના કેમ્પસમાં કરવામાં હતું. તેના ફ્લેગશિપ પ્રોગ્રામની બીજી બેચ, અનંત ફેલોશીપ તેમના પરિવારો અને મિત્રોની હાજરીમાં સ્નાતક થયા હતા.

અમદાવાદ, વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત અનંત ફેલોશિપ કાર્યક્રમના એક વર્ષ દરમિયાન, યુવા વિદ્યાર્થીઓએ પ્રખ્યાત ફેકલ્ટી અને ઉદ્યોગ નિષ્ણાતો અને પદ્મશ્રી એવોર્ડ મેળવેલા શિક્ષકો જેવા કે ડો. મિશેલ ડેનિનો ,ડેનિયલ પર્લ- પ્રોફેસર (મોન્ટ્રીયલ યુનિવર્સિટી) , ડો. પ્રીતિ શ્રોફ- ડીન (માઇકા) , અમિત ગુલાતી- સ્થાપક (ઇંકુબિસ ડિઝાઇન), અમરેશ્વરગલ્લા, વિઝિટિંગ પ્રોફેસર , એસપીએ વિજયવાડા- ભારત એચઆરડી મંત્રાલય, પ્રો.ઇન્દિરા પરીખ- ફ્લેમ (FLAME) યુનિવર્સિટીના ભૂતપૂર્વ સ્થાપક અને પ્રમુખ, ડો.. મીનીયા ચેટર્જી- સસ્ટેન લેબ્સ પેરિસના સીઈઓ, ગગન સેઠી- ડિરેક્ટર અને સ્થાપક, ઓક્સફેમ ઇન્ડિયા, જાનવિકાસ અને બીજા અન્ય નિષ્ણાતો પણ વિદ્યાર્થીઓને જ્ઞાન પૂરું પડે છે.

૨૦૧૮-૧૯ ની બેચમાં ૨૨ વિદ્યાર્થીઓનો અભ્યાસ કરતા હતા જેમના દ્વારા ભારતના 16 રાજ્યો અને બે આંતરરાષ્ટ્રીય દેશો – ઘાના અને ઈરાનનું પ્રતિનિધિત્વ થયું હતું. આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ, આયોજન, પર્યાવરણ, ડિઝાઇન, કાયદો, વ્યવસ્થાપન, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના વેગેર જેવાં અન્ય ક્ષેત્રોનાનું ગહન અધ્યયન આ ૨૨ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ જ કાર્યક્રમમાં ડિઝાઇન, આર્કિટેક્ચર અને પ્લાનિંગના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

વિદ્યાર્થીઓ હેરિટેજ સંરક્ષણ, સમુદાય વિકાસ અને તેમના સ્નાતક થયા પછી ઉદ્યમીઓ તરીકે આકર્ષક કારકિર્દી બનાવવા માટેની તકો શોધી રહ્યા છે. તેમાંના કેટલાક લિવરપૂલ યુનિવર્સિટી સ્કૂલ આર્કિટેક્ચરમાં જોડાયેલા ફેલો સાથે પીએચડી વિદ્વાન તરીકે જોડાવા સાથે તેમની વધુ અભ્યાસની ઈચ્છા ધરાવે છે જયારે બીજા વિદ્યાર્થીઓ કેનેડાની વિન્ડસર યુનિવર્સિટીમાં ઇકોનોમિટ્રિક્સમાં માસ્ટરની તકો શોધી રહ્યા છે.

બીજા સમારોહ પર, યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અજય પિરામલ અને પ્રોવોસ્ટ, ડો. અનુનાયા ચૌબે ની સાથે મુખ્ય વક્તા શ્રી અભનારાયન લાંબા દ્વારા ૨૦૧૯ ના સ્નાતક વર્ગને સંબોધન કરવામાં આવ્યું હતું. લોઢા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અભિષેક લોઢા, આઇઆઇટી ગાંધીનગરના ભૂતપૂર્વ નિયામક ડો.સુધીર જૈન, અને ફ્લેમ યુનિવર્સિટીના સ્થાપક અને પ્રમુખ ઇન્દિરા પરીખે વગેરે દિગ્જ્જો આ કાર્યક્રમની શોભા વધારવા માટે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.