Western Times News

Gujarati News

હાલોલની બ્રેઈન ડેડ કિશોરીના સાત અંગોનું પરિવારે દાન કર્યું

વડોદરા,  પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત અને વડોદરાની સવિતાની હોસ્પિટલમાં (Savita Hospital, Vadodara) સારવાર દરમિયાન બ્રેઇન ડેડ જાહેર થયેલી ૧૭ વર્ષની કિશોરીના સાત ઓર્ગન ડોનેટ કરવાનો તેના પરિવારજનોએ ર્નિણય લીધો હતો. આ ઓર્ગનને નિયત સ્થળે પહોંચાડવા માટે ગ્રીન કોરિડોરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનુ હ્રદય દિલ્હી અને ફેક્સાં મુંબઇ ખાતે વિશેષ વિમાન મારફતે પહોચાડવામાં આવ્યુ હતુ.

જ્યારે કિડની, લિવર, ચક્ષુ સહિત અન્ય અવયવો અમદાવાદના આઇકેડી હોસ્પિટલ IKD Hospital, Ahmedabad ખાતે મોકલવામાં આવ્યા હતા. તેના માટે વડોદરાથી અમદાવાદ સુધીનું ૧૩૦ કિલોમીટરનું અંતર ૮૫ મિનીટમાં અને હોસ્પિટલથી વડોદરાના હરણી એરપોર્ટ સુધીનું ૬.૮ કિલોમીટર સુધીનું અંતર માત્ર આઠ મિનીટમાં કાપવામાં આવ્યુ હતુ.

અલબત્ત એક સાથે સાત અવયવોનું દાન કરવાનો વડોદરામાં આ પ્રથમ કિસ્સો હોવાનું જાણકારોનું માનવુ છે. હાલોલના ગોધરા રોડ પર આવેલી સનસિટી સોસાયટીમાં નીરજ શાહ અને ક્રિમાબહેન શાહની ૧૭ વર્ષની મોટી દીકરી નંદનીની (Nandinin Niraj Shah, Halol, Gujarat) ગત તારીખ ૧૮મી ડિસેમ્બરની રાત્રે તબિયત ખરાબ થઇ ગઇ હતી. માતા-પિતા તરત જ દીકરીને હાલોલની હોસ્પિટલમાં લઇ ગયા હતા.

જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા વાઘોડિયા રોડ ચાર રસ્તા પાસે આવેલી સવિતા હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. તબીબોએ તેને બચાવી લેવા માટે અથાગ પ્રયત્નો કર્યાં હતા, નંદનીને બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ હોસ્પિટલની કાઉન્સેલિંગ કરતી ટીમ દ્વારા નંદનીનાં માતા-પિતાને નંદનીનાં અંગોનું દાન કરવા માટે સમજાવવામાં આવ્યાં હતાં. નંદનીનાં માતા-પિતા પણ દીકરીનાં અંગોનું દાન કરવા તૈયાર થતા આખરે સમગ્ર પ્રક્રીયા પૂર્ણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.