Western Times News

Gujarati News

બોપલમાં ગંદકીને કારણે રોગચાળાની દહેશત

અમદાવાદ શહેરના આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે અને બોપલ સહિતના કેટલાક વિસ્તારોમાં ભરાયેલા પાણીના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 

ભરાયેલા પાણીના કારણે રોગચાળો ફેલાવાની પણ દહેશત સેવાઈ રહી છે તસ્વીરમાં બોપલ સ્ટર્લિંગ સીટીમાં દેવ-181 એપાર્ટમેન્ટની ફલેટની સ્કિમ નજીક આવેલા રસ્તામાં પાણી ભરાયેલુ પાણી નજરે પડી રહયું છે.

આ વિસ્તારમાં મોટી વસ્તી હોવા છતાં ગટરો ઉભરાવવાની સમસ્યા વારંવાર રહેતી હોય છે. શનિવારે વહેલી સવારે પડેલા મુશળધાર વરસાદને કારણે વરસાદનાં પાણી સ્ટર્લિંગ સીટીમાં ભરાઈ ગયા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ઔડા દ્વારા કોઈ પ્રકારની ગ્રાઉન્ડ વોટર રીચાર્જીંગની સુવિધા પણ ઉભી કરાઈ નથી. સોસાયટીઓ પોતાના ખર્ચે આ સુવિધાઓ ઉભી કરી રહી છે.

છેલ્લા કેટલાંક વર્ષોથી અમદાવાદની નજીક ગણાતાં આંબલી, બોપલ, શેલા, ઘુમા વિસ્તારોમાં ઔડા દ્વારા વિકાસની કામગીરી કરાઈ છે. પરંતુ જરૂરિયાતની સુવિધાઓ હજુ પણ આ વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવામાં આવી નથી. છેલ્લા કેટલાંક વર્ષોથી રહીશો પીવાનું પાણી,  ગટર, ગાર્ડન, જેવી જરૂરીયાતો માટે વારંવાર રજૂઆતો કરે છે. છતાં પણ હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી. તદ્ ઉપરાંત આ વિસ્તારમાં ઈકોનોમિકલી વિકર સેકશનને મંજૂરી આપવાની વાત ચાલી રહી છે. જો ઈડબલ્યુએસના બાંધકામ આ વિસ્તારમાં થશે તો આ વિસ્તારમાં પાણી અને ગટરને લગતી સમસ્યા વધી જશે.

કચરો ઉપાડવાની સમસ્યા, રોગચાળો અને રખડતા ઢોર તેમજ કૂતરા જેવી સમસ્યાઓ બાબતે બોપલ ઘુમા નગરપાલિકા અને ઔડામાં વારંવાર રજૂઆતો છતાં આ વિસ્તારમાં કોઈ નકકર પગલાં લેવાતા નથી. બોપલ ડીપીએસ સ્કુલ પાસે કચરાનાે ડુંગર ઉભો થઈ રહ્યો છે.  આ ઢગલો બીજું નારોલ -પિરાણા ઉભું થાય તેવું લાગી રહ્યુ છે. આ વિસ્તારમાં કચરાના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા જ નથી. આ જ વિસ્તારમાં આ ઢગલાની નજીક જ ઈસરો અને જીઈબીની હેડ ઓફિસ આવેલી છે. ત્યાં કામ કરતાં કર્મચારીઓને જવા આવવાનો આ રોજનો રસ્તો છે.

બોપલ, અમદાવાદ ડીપીએસ સ્કુલથી શિલજ, પલોડિયા જવાનો રસ્તો

 

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.