Western Times News

Gujarati News

રેરાના નિયમનો ભંગ કરનાર બિલ્ડરને ૫૦ લાખનો દંડ

પ્રતિકાત્મક તસવીર

વડોદરામાં વિન્ડવર્ડ બિઝનેસ પાર્ક નામની સ્કીમમાં રેરાની મંજૂરી મેળવ્યા વિના જ બિલ્ડરે બારોબાર દુકાનો અને ઓફિસો વેચી દેતા તેને ૫૦ લાખ રુપિયાનો દંડ ફરકારવામાં આવ્યો

વડોદરા, રેરાનો કાયદો આવ્યા બાદ કોઈપણ બિલ્ડરે પોતાના પ્રોજેક્ટનું તેમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જાેકે, વડોદરામાં વિન્ડવર્ડ બિઝનેસ પાર્ક નામની સ્કીમમાં રેરાની મંજૂરી મેળવ્યા વિના જ બિલ્ડરે બારોબાર દુકાનો અને ઓફિસો વેચી દેતા તેને ૫૦ લાખ રુપિયાનો દંડ ફરકારવામાં આવ્યો છે. આ સ્કીમ મુંબઈની સિદ્ધિવિનાયક એન્ટરપ્રાઈઝ દ્વારા મૂકવામાં આવી હતી.

શહેરના જેતલપુર રોડ પર સિટી સર્વે નંબર ૧૫૩૭/એ પર વિન્ડવર્ડ બિઝનેસ પાર્ક નામની સ્કીમ મૂકવામાં આવી હતી. જેનું રજિસ્ટ્રેશન કરાવવા માટે મુંબઈ સ્થિત સિદ્ધિ વિનાયક એન્ટરપ્રાઈઝ દ્વારા જુલાઈ ૨૦૧૭માં ઓનલાઈન અરજી કરવામાં આવી હતી, પરંતુ અરજી સાથે અટેચ કરાયેલા ડોક્યુમેન્ટ્‌સ પૂરતા ના હોવાના કારણે સપ્ટેમ્બર ૨૦૧૮માં આ અરજી નામંજૂર કરાઈ હતી.

જાેકે, ત્યારબાદ કાયદા અનુસાર બિલ્ડરે ફરી અરજી કરવાની થતી હતી, પરંતુ તેણે તેની તસ્દી નહોતી લીધી. પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન ના કરાવી રેરાના નિયમનો ભંગ કરનારા બિલ્ડરને અવારનવાર તેના માટે તાકીદ કરાઈ હતી. જાેકે, તેમ છતાંય તેણે પોતાની સ્કીમની જાહેરખબરો આપવાનું ચાલુ રાખ્યું હતું. એટલું જ નહીં, બિલ્ડરે રેરા રજિસ્ટ્રેશન વિના જ દુકાનો અને ઓફિસો વેચી દીધી હોવાનું પણ તંત્રના ધ્યાને આવ્યું હતું.

આ મામલે રેરા ઓથોરિટી સમક્ષ સુઓમોટો દાખલ કરી વિડીયો કોન્ફરન્સમાં પ્રમોટર્સને હાજર રહેવા જણાવાયું હતું. જેમાં તેમણે રેરાનું રજિસ્ટ્રેશન મેળવ્યું હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ, પ્રમોટર્સ તરફે કરવામાં આવેલી રજૂઆત તથ્ય વિહોણી હોવાનું બહાર આવતા ૧૭૪ કરોડના પ્રોજેક્ટની કિંમતના વધુમાં વધુ ૧૦ ટકા રકમનો દંડ ફટકારવાની જાેગવાઈ અનુસાર ૫૦ લાખ રુપિયાનો દંડ રેરા ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યો હતો. આ રકમ પ્રમોટરોએ અંગત રીતે ચૂકવવાનો રહેશે તેવી સ્પષ્ટતા પણ ઓર્ડરમાં કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.