Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પને ફટકો, ૭૪૦ અબજ ડૉલરના ડિફેન્સ બિલ પર વીટો પાવર ફગાવાયો

વોશિંગ્ટન, ફ્લૉરિડામાં પત્ની મેલાનિયા સાથે રજાઓ ગાળી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક જ વ્હાઇટ હાઉસ પરત આવી જવું પડ્યું છે.અમેરિકાની કાૅંગ્રેસે રક્ષા ખર્ચ ફંડ બિલ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પના વીટોને રદ કરી દીધો છે. રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પના કાર્યકાળમાં આવું પહેલી વાર થયું છે.

રિપબ્લિકન પાર્ટીના આધિપત્યવાળી સૅનેટે નવા વર્ષના એક દિવસ અગાઉ એક દુર્લભ સત્ર આયોજિત કરીને આ મુદ્દે ચર્ચા કરી હતી. અમેરિકન કાૅંગ્રેસના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રિઝિન્ટિવમાં આની પર પહેલાં જ મતદાન થઈ ચૂકયું હતું. ૭૪૦ અબજ ડૉલરના આ બિલ થકી આવનારા એક વર્ષ માટે અમેરિકાની રક્ષા નીતિ પર ખર્ચ થવાનો હતો. થોડા જ સમયમાં પદ છોડી રહેલા ટ્રમ્પે બિલની કેટલીક જાેગવાઈઓનો વિરોધ કર્યો હતો. સૅનેટે ૮૧-૧૩ના મતવિભાજનથી નેશનલ ડિફેન્સ ઑથોરાઇઝેશન ઍક્ટ પસાર કર્યો. રાષ્ટ્રપતિનો વીટો પાવર લઈ લેવા માટે બે-તૃતિયાંશ બહુમતી અનિવાર્ય છે.આ ઘટનાક્રમ નવી કાૅંગ્રેસની શપથવિધિના બે દિવસ અગાઉ થયો છે.

આ બિલમાં અફઘાનિસ્તાન અને યુરોપમાંથી અમેરિકન સૈનિકોને હઠાવવાની સંખ્યા સીમિત કરનારી કેટલીક નીતિઓનો રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિરોધ કર્યો હતો. તેઓ સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી નક્કી કરવાની જાેગવાઈને પણ બિલમાંથી હઠાવવા માગતા હતા.ચર્ચા શરૂ થઈ તે અગાઉ સદનમાં રિપબ્લિકન નેતા મિચ મૈક્કનેલે કહ્યું હતું કે તેઓ ખરડો પસાર થવાને લઈને આશ્વસ્ત છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૈનિકોની હાજરી ખર્ચાળ અને બિનઅસરકારક છે.કાૅંગ્રેસમાં પસાર થયેલા વિધેયકને કાયદો બનાવવા માટે રાષ્ટ્રપતિની સહી અનિવાર્ય છે. અમુક પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ વિધેયક પર સહી નથી કરતા અથવા તો તેને વીટો કરી દે છે. આવું નીતિગત બાબતોમાં મતભેદને લીધે થાય છે. પરંતુ, સદનના સભ્યો બે ગૃહોમાં બે-તૃતિયાંશથી વધારે બહુમતથી વિધેયક પસાર કરીને રાષ્ટ્રપતિના વીટો પાવરને રદ કરી શકે છે અને વિધેયકને કાયદો બનાવી શકે છે. કાૅંગ્રેસમાં ડૅમોક્રેટ પાર્ટીનાં સૌથી શક્તિશાળી સભ્ય અને હાઉસના સ્પીકર નેન્સી પલોસીએ કહ્યું છે કે ટ્રમ્પના આ પગલાંથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે આ વિધેયકને વીટો કર્યું હતું.

એમના સલાહકારોએ એમને વિધેયકની વિરુદ્ધ ન જવા ચેતવણી પણ આપી હતી. આની અગાઉ ટ્રમ્પે ૮ વિધેયકો પર વીટો પાવરનો ઉપયોગ કર્યો છે અને તે તમામ વીટો પ્રભાવક હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ ૨૦ જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. એ જ દિવસે ડૅમોક્રેટ પાર્ટી નેતા અને ૨૦૨૦ની રાષ્ટ્રપતિપદની ચૂંટણીના વિજેતા જાે બાઇડન શપથ લેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.