Western Times News

Gujarati News

બુટલેગર કમલેશ કીર રીક્ષામાં વિદેશી દારૂ ભરી પસાર થતો હતો : અરવલ્લી LCBએ ખેપ નિષફળ બનાવી 

ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂના રસિયાઓ વાર તહેવારની ઉજવણીના બહાના તળે દારૂ ઢીંચી મદમસ્ત બનતા હોય છે વિદેશી દારૂની ડિમાન્ડ તહેવારોમાં વધી જતા દરવખતે તહેવારો નજીક હોય ત્યારે બુટલેગરો સક્રિય બનતા હોય છે.

અને અવનવા પ્રકારે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે. જોકે પોલીસ પણ ચોક્કસ માહિતીને આધારે દારૂની થતી હેરાફેરી નિષ્ફળ બનાવે છે.

અરવલ્લી એલસીબી પોલીસ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું ત્યારે રિક્ષામાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ સતર્ક બની બાતમી આધારીત રીક્ષાને રાયપુર ત્રણ રસ્તા પર અટકાવી તલાસી લેતા રીક્ષાની ડેકીમાંથી ૫૪ બોટલ વિદેશી દારૂ મળી આવતા રીક્ષા ચાલક બુટલેગર કમલેશ કીરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી એલસીબી પોલીસે શામળાજી-ભિલોડા હાઈવે પર આવેલ રાયપુર ત્રણ રસ્તા પરથી પાલ્લા ગામ નજીક બાતમીના આધારે ડોડીસરા ગામ બાજુથી આવતી સીએનજી રીક્ષાને અટકાવી તલાસી લેતા રીક્ષાની ડેકીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૫૪ કીં.રૂ.૩૨૪૪૦/- નો જથ્થો જપ્ત કરી

વડોદરાની આજવા રોડ પરની કમલાનગર સોસાયટીમાં રહેતા કમલેશ રતનલાલ કીરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂ,મોબાઈલ,રીક્ષા મળી કુલ રૂ.૧૩૫૪૦૦/- નો જથ્થો જપ્ત કરી ઝડપાયેલ બુટલગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.