Western Times News

Gujarati News

ઉત્તરાયણ પર્વમાં અરવલ્લી પોલીસનું જાહેરનામું : ધાબા પર બહારના લોકો પર પ્રતિબંધ  

Files Photo

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: કોરોનાના સંક્રમણમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લાદી દીધા બાદ તહેવારોમાં ધીરે ધીરે સરકારી ગાઈડ લાઈન પ્રમાણે ઉજવણી કરવા મંજૂરી આપવામાં આવી રહી છે

ગુજરાતમાં નવરાત્રી અને ઉત્તરાયણની ઉજવણી ભારે રંગે ચંગે થતી હોય છે બંને તહેવારની ઉજવણી લઈને સમગ્ર વિશ્વમાં ગુજરાતને અલગ ઓળખ આપી છે લોકો બંને તહેવાર ભારે ધામધૂમ મસ્તી અને છૂટથી ઉજવણી કરતા હોય છે

કોરોનામાં તહેવારોની મજા મરી ગઈ છે ત્યારે ઉત્તરાયણ પર્વને  લઈને  અરવલ્લી પોલીસે જાહેરામું બહાર પાડ્યું છે.જેમાં લોકોએ તેમના ઘાબા પર બહારના વ્યક્તિને પ્રવેશ આપવા પર પાબંધી લગાવી દીધી છે.

જાહેરનામાના ઉલ્લંઘન બદલ ચેરમેન સામે કાર્યવાહી કરવામાં આવશે
આ ઉપરાંત માસ્ક  વગર પતંગ ચગાવવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝર રાખવું પડશે.

જાહેરનામાના ઉલ્લંઘન બદલ ચેરમેન સામે કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામા પ્રમાણે ધાબા પર સોસાયટીના રહીશો સિવાય બહારના લોકોને પ્રવેશ આપવા પર સોસાયટીના ચેરમેન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તો ધાબા પર કે મકાન પર માસ્ક પહેર્યા વગર પતંગ ચગાવતા પકડાશો તો કાયેદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ધાબા પર સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝર રાખવુ પડશે અને નિયમો ભંગ કરના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.