Western Times News

Gujarati News

અનુષ્કા શર્મા-વિરાટ કોહલીના ઘરે દીકરીનો જન્મ

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ આજે એટલે કે 11 જાન્યુઆરીના રોજ બપોરે દીકરીને જન્મ આપ્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને ચાહકોને આ ગુડ ન્યૂઝ આપ્યા હતા.

અનુષ્કાએ જાણીતા વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ બોલ્ડ ફોટોશૂટમાં અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. આટલું જ નહીં અનુષ્કાએ પ્રેગ્નન્સી જર્ની અંગે પણ વાત કરી હતી. અનુષ્કા શર્માએ વોગ સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘લૉકડાઉનને કારણે મારી સાથે પતિ વિરાટ કહોલી જ હતો. બધા જ ઘરની અંદર બંધ હોવાથી કોઈને પણ ખ્યાલ ના આવ્યો કે હું પ્રેગ્નન્ટ છું. કોરોના આ રીતે મારા માટે આશીર્વાદરૂપ બન્યો હતો. જ્યારે પણ ડૉક્ટરને બતાવવા જવાનું થતું ત્યારે રોડ પર કોઈ અમને જોઈ શકતું નહોતું.’

વધુમાં અનુષ્કાએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીના શરૂઆતના દિવસોમાં તે ‘બુલબુલ’નું પ્રમોશન કરતી હતી. એકવાર ઝૂમ કૉલ પર તે પ્રમોશન કરતી હતી ત્યારે અચાનક જ તેની તબિયત ખરાબ થઈ અને તેને વોમિટિંગ જેવું થવા લાગ્યું હતું. તેણે તરત જ વીડિયો ઑફ કરીને તેના ભાઈ કર્ણેશ શર્માને મેસેજ કર્યો હતો. જો તે સેટ પર કે સ્ટૂડિયોમાં હોત તો દરેકને આ વાતની ખબર પડી ગઈ હોત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.