Western Times News

Gujarati News

ગુજસીટોક ગુના હેઠળ ત્રણ લોકોની અટકાયત કરાઈ

સુરત: સુરતમાં વધી રહેલા ગુનાખોરી સામે સુરત પોલીસે એક પછી એક ગૅંગ સામે ગુજસીટોક નામનું હથિયાર ઉગમવાનું શરૂ કર્યું છે. ત્યારે મારામારી, હથિયાર લેવેચ, ધાકધમકી મારામારી અને ગુજરાતના પૂર્વ ગુહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં જેનું નામ આવેલું તેવા સુરતના રામપુરા વિસ્તરની અશરફ નાગોરી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે.

૧૨ લોકો સામે ગુનો નોંધી આ ગેગના ૩ લોકોની પોલીસે અટકાયત કરી છે. સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે ત્યારે સુરતમાં અનેક ગેંગેનો આંતક સુરતના લોકો માટે જાેખમ ઉભું કરી રહ્યું છે.

તેવામાં સરકારનો તાજેતરમાં બનેલ ગુજસીટોક નામનો કાયદાનો સુરતમાં આજે ત્રીજાે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પહેલા આસિફ ટામેટા ગૅંગ ત્યાર બાદ લાલાઉ જાલિમ ગૅંગ અને હવે રામપુરાની આશીફ નાગાઓરી ગેગે સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જાેકે, સુરતના લાલગેટ પોલીસમાં આ ગેગના ૧૨ સભ્યો સામે આ ગુનો દાખલ કરી ૩ ઈસમોની અટકાયત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં ૨૦૧૯થી ગુજસીટોકનો નવો કાયદો અમલી બન્યો છે. આતંકવાદી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝડ ક્રાઇમની પ્રવૃત્તિને ડામી શકાય તે હેતુસર બનાવવામાં આવેલા આ કાયદાથી ગેંગ ઓપરેટ કરતાં તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે . પરપ્રાંતીયોથી ઉભરાતા સુરત શહેરમાં નાની-મોટી ૩૦ જેટલી ગેંગકાર્યરત છે.

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોતાના બદઇરાદાઓને અંજામ આપતી આ ગેંગને કારણે શહેરની શાંતિ-સલામતી જાેખમાઇ રહી છે ત્યારે સુરત શહેર પોલીસે આ ગુંડા ગેંગોને પાઠ ભણાવવા નવા કાયદાનો સહારો લીધો છે.

શહેર પોલીસે આ નવા કાયદા મુજબ આસિફ ટામેટાં ગેંગ અને લાલ જાલિમ ગેંગ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઈમ એક્ટ (ગુજસીટોક ) અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. આ બંને ગેંગ સામે ક્રાઈમ બ્રાંચમાં ગુનો ગુના નોંધાયા હતા. દરમિયાન સોમવારે સાંજે અશરફ નાગોરી ગેંગ સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામાયું છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન આ ગેંગ જે પોલીસ મથક વિસ્તારમાં આતંક મચાવે છે તે લાલગેટ પોલીસ મથકમાં જ ગુજસીટોક મુજબ ગુનો દાખલ કરાયો છે. સૈયદપુરી રામપુરા વિસ્તારમાં છેલ્લાં દોઢેક દાયકાથી ભારે ઉપદ્રવ મચાવતી અશરફ નાગોરી, સહિત તેની ગેંગના ૧૨ સભ્યો સામે નવા કાયદા અંતર્ગત ગુનો નોંધાયો છે. પોલીસે આ ગેંગના ૩ સાગરિતોની અટકાયત પણ કરી છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.