Western Times News

Gujarati News

કૃષિ કાયદાના અમલ પર સુપ્રિમ કોર્ટનો સ્ટે

Files Photo

નવી દિલ્હી: કૃષિ કાયદાનો અમલ થતાં ખેડુતોએ આંદોલનનો માર્ગ અપનાવી દિલ્હીની સરહદો પર બેસી ગયા હતાં ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે તબક્કાવાર બેઠકો યોજાઈ હતી પરંતુ આ બેઠકોમાં કોઈ ઉકેલ નહીં આવતા આખરે કૃષિ નેતાઓએ કૃષિ કાયદાઓને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુપ્રિમકોર્ટે આજે ૩ કૃષિ કાયદા પર સ્ટે મુકીને આદેશ આપ્યો છે કે કૃષિ કાયદાના અમલીકરણના મુદ્દે કમિટીનું ગઠન કરવામાં આવશે અને સુપ્રિમકોર્ટે ચાર સભ્યોની કમિટી બનાવી દીધી છે આ કમિટીમાં તેજીન્દ્રસિંહમાન અને કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટીનો સમાવેશ થાય છે. આ કમિટિ રિપોર્ટ તૈયાર કરી સુપ્રિમકોર્ટને સુપ્રત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.