Western Times News

Gujarati News

તુર્કીના ધર્મગુરુને 1075 વર્ષની જેલ, મહિલાઓના યૌન શોષણ સહિતના આરોપ લાગ્યા હતા

અંકારા, તુર્કીની એક અદાલતે ધર્મગુરુ અને ટીવી પ્રચારક તથા લેખક અદનાના ઓત્તકારને 1075 વર્ષની જેલની સજા ફટકારી છે.

ઓત્તકારના બીજા 13 સમર્થકોની સજાને પણ ગણતરીમાં લેવામાં આવે તો સજાના કુલ વર્ષો 9803 થવા જાય છે.અદનાન પર ગુનાખોરી માટે ટોળકી બનાવવાનો, છેતરપિંડી કરવાનો અને યૌન શોષણ કરવાનો આરોપ હતો. અદનાન પહેલા પોતાની ટીવી ચેનલ ચલાવતા હતા અને તે ધાર્મિક વિષયો સાથે જોડાયેલા ટોક શોમાં હોસ્ટનો રોલ પણ અદા કરતા હતા.એક વખત તેમણે ડાન્સ શોનુ પ્રસારણ પણ કર્યુ હતુ અને તેમાં તે ડાન્સ કરતા નજરે પડ્યા હતા.

પોલીસે 2018માં તેમની ધરપકકડ કરી હતી.તેમની સાથે બીજા 77 સમર્થકો પર કેસ ચલાવવામાં આવ્યો હતો.જેનો ચુકાદો હહવે આવ્યો છે.અદનાને 1970ના દાયકામાં પોતાના અનુયાયીઓનુ ગ્રૂપ બનાવવાનુ શરુ કર્યુ હતુ. જોકે એ પછી તેમના પર મહિલાઓનુ યૌન શોષણ કરવાના આરોપ પણ લાગ્યા હતા.આ પહેલા પણ તેમના પર કોર્ટમાં કેસ ચાલ્યો હતો.જોકે તે વખતે તેમનો નિર્દોષ છુટકારો થયો હતો.

અદનાન ઓત્તકારે 300 થી વધારે પુસ્તકો પણ લખ્યા છે અને તેનો 73 થી વધારે ભાષામાં અનુવાદ પણ કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.