Western Times News

Gujarati News

ગોડસેની પાઠશાળા પર તંત્રે એક જ દિવસમાં તાળુ મારી દીધુ

નવી દિલ્હી, મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની સમર્થક અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ રવિવારે વિશ્વ હિન્દી દિવસ અવસરે નાથુરામ ગોડસેના જીવન અને વિચાર ધારાને સમર્પિત એક જ્ઞાનશાળાનો ગ્વાલિયરમાં પ્રારંભ કર્યો હતો.

હવે એવા અહેવાલ મળ્યા છે કે, ગોડસે જ્ઞાનશાળા પર તંત્રે તાળુ મારી દીધુ છે અને અહીંયા લગાવાયેલા ગોડસે જ્ઞાનશાળા લખેલા બેનર પણ તંત્રે હટાવી દીધા છે.આસપાસના વિસ્તારમાં કલમ 144 લાગુ કરીને ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબધ લગાવી દેવાયો છે.ગૃહ મંત્રીના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

જ્ઞાનશાળામાં એ દર્શાવાયુ હતુ કે, ગોડસેએ કેવી રીતે મહાત્મા ગાંધીની હત્યા કરી હતી .અહીંયા ગોડસેના તમામ ભાષણ અને બીજુ સાહિત્ય પણ મુકવામાં આવ્યુ હતુ.મહાસભાના ઉપાધ્યક્ષ જયવીર ભારદ્વાજે ઉદઘાટન પર કહ્યુ હતુ કે, આ જ્ઞાનશાળા ખોલવા પાછળનો હેતુ એ છે કે, દુનિયાને ખબર પડે કે ગોડસે કેટલા દેશભક્ત હતા.ગોડસે અખંડ ભારત માટે જીવ્યા હતા અને મર્યા હતા.આ જ્ઞાનશાળા શરુ કરીને સાચા રાષ્ટ્રવાદને સ્થાપિત કરવાનો છે.

આ પહેલા પણ મહાસભાએ ગોડસેનુ મંદિર બનાવીને તેમાં તેની પ્રતિમા મુકી હતી.જોકે ભારે ઉહાપોહ બાદ આ પ્રતિમા હટાવી લેવાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.