Western Times News

Gujarati News

અમેરિકન સંસદની હિંસામાં સામેલ ટ્રમ્પ સમર્થકોની ધરપકડનો દોર શરુ

વોશિંગ્ટન, અમેરિકન સંસદમાં ઘુસીને હિંસક દેખાવો કરનાર ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની એફબીઆઈ દ્વારા શોધી-શોધીને ધરપકડ કરવામાં આવી રહી છે.

જેમને પકડવામાં આવ્યા છે તેમાં એ લોકો સામેલ છે જેમની તસવીરો હિંસા દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.અમેરિકન સંસદ કેપિટલ હિલ તરીકે ઓળખાય છે.કેપિટલ હિસમાં ઘુસેલા લોકોમાંથી કોઈ સ્પીકરની ખુરશી પર બેસી ગયુ હતુ તો કોઈ હથિયાર લઈને સાંસદોને ડરાવી રહ્યુ હતુ.

દરમિયાન બીજા લોકોને પકડવા માટે એફબીઆઈ દ્વારા લોકોની મદદ માંગવામાં આવી છે.એફબીઆઈએ અપીલ કરી છે કે, આ અંગે જે પણ લોકો પાસે જાણકારી હોય તે અમારો સંપર્ક કરે.

એફબીઆઈના નિર્દેશક ક્રિસ્ટોફર વ્રેને આ હુમલાની નિંદા કરતા કહ્યુ છે કે, કેપિટોલ હિલમાં થયેલી હિંસા અમેરિકન લોકતંત્રના અપમાન સમાન છે.એજન્સી એ દરેક વ્યક્તિની તપાસ કરી રહી છે જેણે કાયદાને બાજુ પર મુકીને હિંસા આચરી હતી.સંપત્તિને નુકસાન પહોંચાડ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.