Western Times News

Gujarati News

વીજ કંપનીએ એક નાનકડી ફેકટરીને ફટકાર્યુ અધધ 311 કરોડ રુપિયાનુ વીજ બિલ

જયપુર, રાજસ્થાનની વીજ કંપનીએ ખોટુ વીજ બિલ આપવાનો નવો વિક્રમ સર્જયો છે.આમ તો વીજ કંપની દ્વારા માન્યામાં ના આવે તેવી રકમનુ બિલ અપાતુ હોવાના ઘણા કિસ્સા બન્યા છે પણ રાજસ્થાનની જયપુર વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડે એક કંપનીને 3.11 અબજ રુપિયાનુ બિલ ફટકારતા કંપની સંચાલકના હોશ ઉડી ગયા હતા.

અહીંના ઈન્ડસ્ટ્રિયલ એરયામાં આવેલી ડીઝલ પાવર ઈન્ટરનેશનલની માલિક અનિતા શર્માએ રાબેત મુજબ પોતાની ફેકટરીનુ બિલ ચેક કર્યુ તો તેમાં લખેલી રકમ જોઈને તેમના હોશ ઉડી ગયા હતા.કારણકે બિલની રકમ 3.11 અબજ રુપિયા હતી.આ બિલ જો 25 જાન્યુઆરી સુધી ભરવામાં ના આવે તો 6 કરોડ રુપિયાની પેનલ્ટી થશે તેવો ઉલ્લેખ પણ બિલમાં કરાયો હતો.

આ વાત વીજળી કંપની સુધી પહોંચી ત્યારે કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે, કોમ્પ્યુટરની ખામીના કારણે આ બિલ બની ગયુ હતુ.જોકે પછી વીજ કંપનીએ જે નવુ બિલ આપ્યુ હતુ તે પણ 2.26 લાખ રુપિયા હતુ.ફેક્ટરી સંચાલકનુ કહેવુ છે કે, મારુ બિલ સામાન્ય રીતે 22000 રુપિયાની આસપાસ રહેતુ હોય છે.આમ નવુ બિલ આપવામાં પણ કંપનીએ લોચો માર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.