Western Times News

Gujarati News

સંગીતના તાલે રાજકોટમાં વેક્સિનનું સ્વાગત કરાયું

Files Photo

રાજકોટ: ગઈકાલે ગુજરાતમાં વેક્સીન આવ્યા બાદ આજે રાજકોટ સવારે કોરોના વેક્સીનનો પહેલો જથ્થો રાજકોટ પહોંચ્યો હતો. ત્યારે ટીમ દ્વારા કોવિશિલ્ડના પહેલા જથ્થાની પૂજા કરી સ્વાગત કરાયું હતું. ખાસ વાત એ છે કે, રાજકોટમાં વેક્સીનને આવકારવા ખાસ આયોજન કરાયું હતું.

કૃષિમંત્રી ફળદુની હાજરીમાં ગીત-સંગીત, તાળીઓ અને ફૂલહારથી વેક્સિનનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો સાથે જ રસીના બોક્સે બલૂન લગાવવામાં આવ્યા હતા. વેક્સીનના આગમનની આ ઘડી આનંદદાયક બની રહી હતી.

રાજકોટમાં પ્રથમ તબક્કામાં ૭૭ હજાર રસીનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આ રસીની ફાળવણી થશે. વેકસીનનો જથ્થો રાજકોટ સ્ટોરેજ સેન્ટરમાં પહોંચ્યા બાદ અલગ-અલગ જિલ્લાને વેક્સીન ફાળવી દેવામાં આવશે. જે-તે જિલ્લા અને મનપાની ટીમ આવ્યે રાજ્ય સરકારની સૂચના બાદ વેક્સીનની ફાળવણી કરવામાં આવશે. રાજકોટ ઉપરાંત જામનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર ખાતે વેકસીન મોકલવામાં આવશે.

સૌરાષ્ટ્રના શહેરોમાં પણ રાજકોટના માધ્યમથી જ ફાળવણી કરવામાં આવશે. રાજકોટમાં કયા સ્થળોએ રસીકરણ થશે તેની વાત કરીએ તો, પંડિત દિનદયાળ સરકારી હોસ્પિટલ, પદ્મકુવર બા હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, વોકહાર્ડ હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, નારાયણનગર અને રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, કોઠારિયા અને આંબેડકર નગર આરોગ્ય કેન્દ્ર અને પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કરવામાં આવશે. ૧૬ મી જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.