Western Times News

Latest News from Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના જુદા જુદા ક્ષેત્રોમાં રેલ સંપર્કથી જોડવા માટે 8 ટ્રેનો દોડશે

વડાપ્રધાન ગુજરાતમાં રેલવે સંબંધિત અન્ય અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશના વિવિધ ક્ષેત્રોને  કેવડિયાથી જોડતી આઠ ટ્રેનોને 17 મી જાન્યુઆરી, 2021 ના ​​રોજ સવારે 11.00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવીને રવાના કરશે.

આ ટ્રેનો સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિર્બાધ કનેક્ટિવિટી પ્રદાન કરશે. વડાપ્રધાન સમારોહ દરમિયાન ગુજરાતમાં રેલવે સંબંધિત અન્ય અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય રેલ મંત્રી ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન ડભોઇ-ચાંદોદ ગેજ રૂપાંતરિત બ્રોડગેજ રેલ લાઇન, ચાંદોદ કેવડિયા નવી બ્રોડગેજ રેલ લાઇન, નવવિદ્યુતકૃત પ્રતાપનગર-કેવડિયા ખંડ અને ડભોઇ જંકશન, ચાંદોદ અને કેવડિયાના નવા સ્ટેશન બિલ્ડિંગનું ઉદઘાટન કરશે. આ ઇમારતોનું નિર્માણ સ્થાનિક સુવિધાઓ અને આધુનિક મુસાફરોની સવલતોથી સુરૂચિપૂર્ણ રીતે બનાવવામાં આવી છે.

કેવડિયા સ્ટેશન એ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ મેળવનારૂ ભારતનું પહેલું રેલ્વે સ્ટેશન છે. આ પ્રોજેક્ટ આજુબાજુના આદિવાસી વિસ્તારોની વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં વધારો કરશે, નર્મદા નદીના કાંઠે સ્થીત મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થસ્થાનો સાથે જોડાણ વધારશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટનમાં વધારો કરશે તથા આ ક્ષેત્રનો એકંદર સામાજિક-આર્થિક વિકાસ અને નવા રોજગાર અને વ્યવસાયની તકો પૂરી પાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers