Western Times News

Gujarati News

હરિયાણાઃ ખેડૂતોએ માગ કરી કે સૌથી પહેલા નેતાઓને રસી મુકો, રસીકરણ અભિયાન બંધ કરાવ્યુ

ચંદીગઢ, દેશભરમાં કોરોનાની રસી મુકવાના અભિયાનની શરુઆત થઈ છે ત્યારે હરિયાણામાં ખેડૂતોએ એક ગામડામાં રસી લગાવવાનો વિરોધ કર્યો હતો અને સ્વાસ્થ્ય કર્મીઓને ભગાડી દીધા હતા.

હરિયાણાના કૈથલમાં હેલ્થ સેન્ટર પર કોરોનાની રસી મુકવાના અભિયાનનો પ્રારંભ થવાનો હતો.આ પ્રસંગે હાજર રહેનારા સ્થાનિક ભાજપ ધારાસભ્ય લીલારામનો વિરોધ કરવામાં આવ્યો હતો.સાથે સાથે ખેડૂતોએ માંગણી કરી હતી કે, કોરોના વેક્સીન સૌથી પહેલા હરિયાણા સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોને તેમજ નેતાઓને લગાવવામાં આવે અને એ પછી બીજા લોકોને આપવામાં આવે.

લોકોએ કોરોના વેક્સિન અને બીજો સામાન પણ પાછો મોકલાવી દીધો હતો અને રસી આપવા માટે આવેલા હેલ્થ વર્કરને પણ ભગાડી મુક્યા હતા.ખેડૂતોના વિરોધ અંગે જાણકારી મળ્યા બાદ ધારાસભ્ય સ્થળ પર આવ્યા જ નહોતા.

દેશભરમાં આજથી શરુ થયેલા રસીકરણ અભિયાનમાં પહેલા દિવસે 3 લાખ હેલ્થ વર્કર્સને રસી મુકવામાં આવનાર છે.આખા દેશમાં સૌથી પહેલા 1.60 કરોડ કર્મચારીઓને રસી મુકવામાં આવશે.આ એવા લોકો છે જે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.