Western Times News

Gujarati News

નવી શરતોને લઈને વૉટ્સએપ ઝૂક્યું, 8મી ફેબ્રુઆરીએ કોઈનું એકાઉન્ટ બંધ નહીં કરે

નવી દિલ્હી: વૉટ્સએપ તરફથી પોતાની નીતિમાં ફેરફાર અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. ફેસબુકના સ્વામિત્વ વાળી મેસેજિંગ એપ વોટ્સએપે હાલ તેની પૉલિસીમાં થનારા બદલાવને ટાળી દીધો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વોટ્સએપ આગામી આઠમી ફેબ્રુઆરીથી પોતાની નવી પૉલિસી લાગૂ કરવાની હતી. જે બાદમાં યૂઝર્સને ‘Terms & Conditions’ સાથે એક મેસેજ પૉપ-અપ થઈ રહ્યો હતો, જેનો યૂઝર્સે સ્વીકાર કરવાનો હતો.

કંપનીનું કહેવું છે કે અમારી નીતિમાં ફેરફારને લઈને યૂઝર્સના દિમાગમાં અનેક મુંઝવણ અને સવાલો છે, જે માટે હાલ નીતિના અમલને ટાળી દેવામાં આવ્યો છે. આવું કરવાથી યૂઝર્સને તેમને રિવ્યૂ કરવાનો અને સમજવા માટે થોડો સમય મળી રહેશે.

કંપનીએ પોતાની બ્લૉગ પોસ્ટમાં લખ્યું છે કે, “અમે તારીખને પાછળ લઈ જઈ રહ્યા છે. આઠમી ફેબ્રુઆરીના રોજ કોઈનું પણ એકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલીટ નહીં કરવામાં આવે. આ ઉપરાંત અમે વોટ્સએપની પ્રાઇવસી અને સુરક્ષા અંગે ફેલાઈ રહેલી ખોટી જાણકારી અંગે લોકોને સમજ આપવા પર કામ કરી રહ્યા છીએ.” ઉલ્લેખનીય છે કે વોટ્સએપ તરફથી તાજેતરમાં જ તેના યૂઝર્સને ગોપનીયતા નવી નીતિ અંગે જણાવવાનું શરી કરવામાં આવ્યું હતું. વોટ્સએપ તરફથી કહેવામાં આવ્યું હતું કે તે કેવી રીતે ડેટા પ્રોસેસ કરે છે અને ફેસબુક સાથે તેને કેવી રીતે શેર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.