Western Times News

Gujarati News

ફેક એકાઉન્ટમાં મહિલાનો નંબર, ખોટી વિગતો મૂકી મિત્રોને બિભત્સ મેસેજ કર્યા

પરિણીતાનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી અજાણ્યાએ તેમાં બનેલા મિત્રોને બિભત્સ મેસેજ કર્યા

થોડા દિવસો પછી રચનાના મોબાઇલ ફોન ઉપર અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી ઍક પુરુષનો ફોન આવ્યો હતો અને તેણે કહ્નાં હતું કે તમારી ફ્રેન્ડ રિકવેસ્ટ મેં સ્વીકારી છે, તમે મળવા મેસેજ કર્યો હતો મારે મળવું છે.

સુરત, પાલ વિસ્તારમાં રહેતા બાંધકામ સુપરવાઇઝરની પત્નીનું ફેક ફેસબુક ઍકાઉન્ટ બનાવી અજાણ્યાઍ તેમાં બનેલા ફ્રેન્ડ્સને બિભત્સ મેસેજ કર્યા હતા. ઉપરાંત ફેક ઍકાઉન્ટમાં સુપરવાઇઝરની પત્નીનો મોબાઇલ નંબર પણ મૂકી તે ભાજપમાં કામ કરતી હોવાની પણ ખોટી વિગતો મૂકી હતી. બનાવની જાણ થતા આખરે તેણીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં અજાણ્યા ઈસમ સામે કાયદેસરનો ગુનો નોંધી આગની કાર્યવાહી હાથ ધરી છે.

અડાજણ પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ સુરતના પાલ વિસ્તારમાં પત્ની અને બે બાળકો સાથે રહેતા ૩૨ વર્ષીય બાંધકામ સુપરવાઇઝરની પત્ની રચના ( નામ બદલ્યું છે ) છેલ્લા છ વર્ષથી ફેસબુક ઍકાઉન્ટ ધરાવે છે. ગત મે ૨૦૨૦ માં સુપરવાઇઝરના ઍક મિત્રઍ તેમને ફોન કરી જાણ કરી હતી કે તારી પત્નીના નામે ફેસબુક ઉપર ઍક ઍકાઉન્ટ છે અને તેમાં ભાભીના ફોટા સિવાય બીજા ઘણા ફોટા છે તેમજ તેમાં ઘણા ફ્રેન્ડ્સ પણ છે. આથી સુપરવાઇઝરે તે ઍકાઉન્ટ શોધી જાયું તો તેમાં પત્ની ઉપરાંત અન્ય મહિલાઓના ફોટા હતા. તેના પ્રોફાઇલ પિક્ચરમાં પત્નીના ઓરીજીનલ ­ોફાઇલ પિક્ચરમાં પતિ-પત્નીનો જે ફોટો હતો તે જ હતો.

પરંતુ તેમાં પત્ની ભાજપમાં કામ કરે છે, ગુજરાત યુનિવર્સીટી અને ભગવતી વિદ્યાલયમાં ભણી તેમજ મૂળ સુરતની અને હાલ અમદાવાદમાં રહેતી હોવાની ખોટી વિગતો હતી. સુપરવાઇઝરે પત્નીને પૂછતાં તેણે આવું કોઇ ઍકાઉન્ટ બનાવ્યું નહોતું. દરમિયાન, થોડા દિવસો પછી રચનાના મોબાઇલ ફોન ઉપર અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી ઍક પુરુષનો ફોન આવ્યો હતો અને તેણે કહ્નાં હતું કે તમારી ફ્રેન્ડ રિકવેસ્ટ મેં સ્વીકારી છે, તમે મળવા મેસેજ કર્યો હતો મારે મળવું છે.

રચનાઍ તે વ્યક્તિને આ ફેક ફેસબુક ઍકાઉન્ટ છે તેમ કહેતા તે વ્યક્તિઍ તે ઍકાઉન્ટ ઉપરથી તેમને આવેલા મેસેજના સ્ક્રીન શોટ મોકલ્યા તો તેમાં રચનાનો ફોટો, મોબાઇલ નંબર અને બિભત્સ મેસેજા હતા. આ અંગે સુપરવાઇઝરે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ ગતરોજ અડાજણ પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પીઆઇ બી.ઍન.સગરે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.