Western Times News

Gujarati News

સુરતમાં સવારે ગાઢ ધુમ્મસ છવાયું : છ ફ્લાઇટોને અસર

File

સુરતમાં ભારે ધુમ્મસના કારણે કેટલીક ફ્લાઇટો મોડી પડી તો કેટલીક રદ કરાઈ

સુરત, શહેરમાં વહેલી સવારે એકદમ ગાઢ ધુમ્મસ છવાઈ જવા પામ્યું હતું. ધુમ્મસના કારણે વાહન વ્યવહાર પર પણ અસર પહોંચી હતી. વાતાવરણ પલટાતા શનિવારની વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર લપેટી લીધી હતી. ગાઢ ધુમ્મસે આખે આખા શહેરને જાણે આગોશમાં લઈ લીધું હતું. ૫ ફુટ પણ દૂર ન જોઈ શકાય એવું ધુમ્મસ છવાયું હતું.

સ્વાસ્થ્ય પ્રેમીઓએ આ મદહોશ કરી દેનારા માહોલનો ભરપૂર લહાવો ઉઠાવ્યો હતો. સૂર્ય આગમન પછી પણ ધુમ્મસનો દરિયો ઉલેછાયો ન હતો ત્યારે બીજી બાજુ તેની અસર ફ્લાઇટો પર પણ પડી હતી. જેના કારણે સુરતથી અન્ય શહેરોને જોડતી કેટલીક ફ્લાઇટો રદ કરાવી પડી હતી તો કેટલીક મોડી આવી હતી.

વહેલી સવારે શહેરમાં ભારે ધુમ્મસમય વાતાવરણ સર્જાયું હતું. ઝાડમાંથી ધુમ્મસના બિંદી પાણી થઈને નીચે ટપકવાં લાગ્યાં હતાં. રસ્તા પરથી નીકળતા વાહનચલાકોએ લાઈટો શરૂ રાખીને નીકળવાની ફરજ પડી હતી. તેમ છતાં વિઝીબિલીટી ઓછી હોવાના કારણે થોડે દૂર સુધી પણ ન જોઈ શકાતા વાહનો ધીમા ચલાવવાની ફરજ પડી હતી.

જેથી ટ્રેન અને હવાઈ માર્ગને પણ અસર પહોંચી હતી. સુરત આવતી અને જતી ફ્લાઈટોને રદ્દ કરવાની સાથે સમયમાં પણ ફેરફાર કરાયો હતો. એરપોર્ટ પર આવતી ફ્લાઈટ ઉતરી નહોતી શકી ધુમ્મસના કારણે જેથી ડાયવર્ટની સાથે રદ્દ કરવાની ફરજ પડી હતી તો અમૂક ફ્લાઈટ મોડી પડી હતી. જેમાં 1 સ્પાઇસ જેટ જયપુર સુરત જયપુર ફલાઇટ રદ્દ થઈ જયપુરમા ધુમ્મસને કારણે જયપુરથી ફલાઇટ ટેક ઓફ જ થઈ ન હતી.

જયારે એર ઇન્ડિયા દિલ્હીથી સવારે ઉપડેલ ફલાઇટ સુરત એરપોર્ટ પર ૪ ચક્કર લગાવ્યા પણ વિઝીબિલીટી ઓછી હોવાને કારણે લેન્ડ ન થઈ શકતા અમદાવાદ ડાયવર્ટ કરાઈ ત્યારબાદ ત્યાંથી પછી સુરત ૧૧.૦૫ કલાકે સુરત લાવવામાં આવી જે સવારે ૭.૫૦ વાગ્યે સુરત આવવાની હતી. દિલ્હીમા ધુમ્મસને કારણે ઇન્ડિગો દિલ્હી-સુરત ફલાઇટ ૮.૨૫ વાગ્યે આવે છે તે ૧૧.૪૯ એ સુરત આવી હતી

અને સ્પાઈસ જેટની દિલ્હી સુરત ફલાઇટ ૮.૩૫ આવે છે તે ૧૨.૧૬ મિનિટ પર બપોરે પહોંચી હતી. ઇન્ડિગોની કોલકત્તા સુરત ફલાઇટ પણ ધુમ્મસને કારણે ૯.૫૦ ની જગ્યાએ ૧૦.૨૬ વાગ્યે સુરત પહોંચી હતી. સ્પાઇસ જેટની કોલકત્તા-સુરત ફલાઇટ ૧૧.૪૦ની જગ્યા એ બપોરે ૩.૨૦ વાગ્યે સુરત પહોંચી હતી. સ્પાઈસ જેટની પટણા જનારી ફલાઇટ ૪.૦૦ વાગે ટેક ઓફ થઈ છે જે બપોરે ૧૨.૧૦ ઉપડવાની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.