Western Times News

Gujarati News

રાજસ્થાનમાં હાઇટેન્શન લાઇનની ઝપટમાં બસ આવતા ૬ લોકો બળીને ખાખ

જયપુર, રાજસ્થાનના જાલોર જિલ્લાના મહેશપુરા ગામમાં મોડી રાત્રે ભયાનક દુર્ઘટના બની છે. અહીં પેસેન્જર ભરેલી એક બસ ૧૧ કેવી (૧૧ હજાર વોલ્ટ)ના હાઇટેન્શન લાઇનની ઝપટમાં આવી જતા આ ગોઝારી ઘટના બની. બસમાં કરંટ આવવાથી બસમાં સવાર પેસેન્જરમાંથી કેટલાંય લોકોના મોત થયા.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. અકસ્માતમાં અત્યાર સુધીમાં ૬ લોકોના મોતની પુષ્ટિ થઇ છે, જ્યારે ૧૬થી વધુ લોકો દાઝ્‌યા છે. તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ તમામ જૈન સમાજના શ્રદ્ધાળુ છે, જેઓ બસમાં સવાર થઈને જૈન મંદિરના દર્શન કરીને પરત આવી રહ્યા હતા.

જાલોરના એડિશનલ ડિસ્ટ્રીક્ટ કલેક્ટર છગનલાલ ગોયલે જણાવ્યું કે, આ ઘટના શનિવારે રાત્રે સાડા ૧૦ વાગ્યાની આસપાસ બની હતી. બસના ડ્રાઈવર અને કંડક્ટરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે બાકીના ચાર લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ દુર્ઘટનામાં ઘાયલ ૧૭ લોકોને જાેધપુર હોસ્પિટલમાં રિફર કરવામા આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના જાલોર જિલ્લાના મહેશપુર ગામમાં ભીષણ અકસ્માત થયો. પેસેન્જર્સ ભરેલી બે બસો રસ્તો ભટકી ગઇ અને એક ગામમાં પહોંચી ગઇ. ત્યાં રસ્તામાં વીજળીના તાર ઝૂલતા જાેઇ ડ્રાઇવરે બસ રોકી દીધી. બસના કંડકટર કે ખલાસી બસની છત પર ચઢ્યા અને એક ડંડાની મદદથી વીજળીના તરને ઉપર કરીને બસને નીકાળવાની કોશિષ કરી રહ્યા હતા. બસમાં સવાર મુસાફરોએ જણાવ્યું કે તેઓ નાકોડા પછી માંડોલીમાં દર્શન કરવા ગયા હતા.

શનિવારે મોડી સાંજે તમામ જાલોર શહેર પહોંચી ગયા હતા. અહીં ભોજન કર્યા પછી તેમને બ્યાવર જવાનું હતું. ગૂગલ મેપથી બ્યાવરનો માર્ગ જાેઈને બસ આગળ વધી રહી હતી. ભૂલથી બસ મહેશપુરા ગામમાં પહોંચી. બસ ગામની સાંકડી ગલીમાં પહોંચી ગઈ અને ત્યાં ૧૧ કેવીની લાઈન ખૂબ નીચે હતી. બસનો કંડકટર તાર જાેવા માટે ઉપર ચઢ્યો.

કંડક્ટર ૧૧ કેવીની લાઈન હટાવવા લાગ્યો અને કરંટ આખી બસમાં ફેલાઈ ગયો, જેનાથી આગ લાગી. બેમાંથી એક બસ આગમાં સળગી ગઇ. મૃતકોમાં ડ્રાઈવર-કંડકટર અને ૩ મહિલાઓનો સમાવેશ થાય છે તેમાં ૧. શ્રીમતી સોનલ જૈન પત્ની અનિલ જૈન, ઉંમર ૪૪ વર્ષ, શાહપૂરા, બ્યાવર અજમેર ૨. શ્રીમતી સુરભી પત્ની અંકિત જૈન, ઉંમર ૨૫ વર્ષ, બ્યાવર અજમેર ૩. શ્રીમતી ચાંદ દેવી પત્ની ગજરાજ સિંહ, ઉંમર ૬૫ વર્ષ, બ્યાવર ૪. શ્રી રાજેન્દ્ર જૈન , ઉંમર ૫૮ વર્ષ અજમેર ૫. બસ ડ્રાઇવર- ધર્મચંદ્ર જૈન, પ્રજાપતિ ટ્રાવેલ્સ ૬. ખલાસી આ ઉપરાંત જયપુરના પ્રિયંકા, અજમેરના નિશા જૈન, બ્યાવરના શંકુતલા, અનૌસી (૧૦), ભીલવાડાના શિલ્પા બાફના (૩૬), બ્યાવરની સુનીતા (૪૫), જયપુરના સીમા જૈન, રિતિકા (૧૬) અને શિલ્પા ઘાયલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.