Western Times News

Gujarati News

પેટ્રોલ પંપ પર ઓછુ પેટ્રોલ ભરવાની ફરીયાદ મળશે તો લાયસન્સ જપ્ત થશે

નવીદિલ્હી, પેટ્રોલ પંપ પર પેટ્રોલ ઓછુ ભરાયાની કે છેતરપીંડિ થયાની ફરીયાદો સામે આવતી જ હોય છે. કેટલીક વખત ગ્રાહકોને સમજ નથી હોતી તેથી આવી છેતરપીંડિનો ભોગ બને છે જાે કે ગ્રાહકોની મદદ માટે ગ્રાહક સુરક્ષા અડીખમ ઉભુ રહે છે બસ જરૂરીયાત છે યોગ્ય જાગૃત્તિની.

પેટ્રોલપંપ ઓપરેટરની ઓવર-રિકવરી અથવા ઓછા પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરવું એ હવે નુકસાનનો સોદો થઈ શકે છે. જાે ગ્રાહક ફરિયાદ કરે તો પેટ્રોલ પંપનું લાઇસન્સ કાયમ માટે રદ કરી શકાય છે. થોડા સમય પહેલા આવી ફરીયાદો કરો તો ગ્રાહકોની ફરિયાદ ઉપર જિલ્લા પુરવઠો વિભાગ થોડા દિવસો માટે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર પ્રતિબંધ મૂકતુ હતુ. પરંતુ હવે દેશમાં નવા ગ્રાહક કાયદા સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ના અમલ થયા પછી, પેટ્રોલ પંપસંચાલકો પર મોટી કાર્યવાહી શક્ય છે.

નવા વર્ષમાં આ કાયદાના કડક અમલની કવાયત ઝડપી થઈ છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ અંગે તેલ કંપનીઓને કડક સૂચના આપી હતી ગયા વર્ષે મોદી સરકારે પેટ્રોલ પંપ પર મશીનોમાં ચિપ્સ મૂકીને પેટ્રોલ અને ડીઝલની ચોરી કરવી ભારે પડશે. ગયા વર્ષે ૨૦ જુલાઈના રોજ નવું કન્ઝ્‌યુમર પ્રોટેક્શન એક્ટ ૨૦૧૯ અમલમાં આવ્યા પછી પેટ્રોલપંપ સંચાલકો પર કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલ ઓછુ આવ્યાની ફરિયાદો ચિંતાતુર કરી મુકે તે હદે વધી છે.

હવે નવા ગ્રાહક સુરક્ષા કાયદા ૨૦૧૯ હેઠળ પેટ્રોલપંપ સંચાલકો ગ્રાહકને છેતરી શકશે નહીં. હવે પેટ્રોલપંપ પર પેટ્રોલ અથવા ડીઝલ ધોરણ મુજબ મળશે. જાે ગ્રાહક ફરિયાદ કરે છે, તો તેનું લાઇસન્સ પેટ્રોલ પંપ પર દંડની સાથે રદ પણ કરી શકાય છે. ઓઇલ ચોરીની રમત શહેરોથી ગામડા સુધી ફેલાયેલી છે.

પેટ્રોલપંપ પર ગ્રાહકો સાથે મોટાપાયે છેતરપીંડિ થાય છે. સામાન્ય માણસની પરસેવાની કમાણી આ રીતે વ્યય થાય છે. સામાન્ય રીતે આપણે પેટ્રોલ અથવા ડીઝલ લીટરથી નહી પણ રૂપિયાથી ભરાવીએ છીએ. ફિક્સ રૂપિયા જેમકે ૧૦૦ રૂપિયા, ૨૦૦, ૫૦૦ કે ૨૦૦૦ ગ્રાહકને ખબર પણ નથી પડતીને ગ્રાહકો છેતરાઇ જતા હોય છે. હવે નવા કાયદા અનુસાર ભેળસેળ કરેલ કે નકલી ઉત્પાદન સામે આકરા પાણીએ છે. ગ્રાહક જાે ફરીયાદ કરે તો આકરી સજા ફટકારવામાં આવશે. જાે વારંવાર આવી ફરીયદ મળેતો કાયમી ધોરણે લાયસન્સ રદ્દ કરી દેવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.