Western Times News

Gujarati News

વાઘપુર પાસે બોલેરો જીપે બાઈકને ટક્કર મારી ઘસડતાં બાઈક ચાલક યુવકનું કમકમાટી ભર્યું મોત 

અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓની વણથંભી વણઝાર યથાવત જોવા મળી રહી છે મેઘરજના વાઘપુર નજીક બોલેરો જીપે બાઈકને ટક્કર મારી બાઈકને ઘસેડતા બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતાં ભારે ચકચાર મચી હતી. અકસ્માતની ઘટનાના પગલે યુવકના પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી ઈસરી પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહીતી અનુસાર, મેઘરજના ગોધાવાડા મનીષ રમણલાલ અસારી નામનો ૨૫ વર્ષીય યુવક કામકાજ અર્થે બાઈક લઈને નીકળ્યો હતો વાઘપુર ગામ નજીક બોલેરો જીપના ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે હંકારી બાઈકને અડફેટે લેતા બાઈક બોલેરો જીપમાં ફસાઈ જતા બોલેરો ગાડીના ચાલકે બાઈકને ઘસેડતા બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું

બોલેરોજીપ નો ચાલક અકસ્માત સર્જી જીપ લઇ રફુચક્કર થઇ ગયો હતો અકસ્માતની ઘટનાના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અકસ્માતની ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થતા દોડી આવ્યા હતા અકસ્માતની ઘટનાના પગલે ઇસરી પોલીસ ઘટનાસ્થળે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.