Western Times News

Gujarati News

વાંટડાના ડુંગરો પર પુરાણા પાવાગઢનો લોકમેળો મોકૂફ

નેત્રામલી: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકના વાંટડા ગામે પુરાણા પાવાગઢ તરીકે પ્રસિદ્ધ ડુંગર પર આવેલ મહાકાળી માતા મંદિર તથા બ્રહ્માણી માતા મંદિરે પ્રતિ વર્ષે તા.૨૨ જાન્યુઆરીના રોજ પરંપરાગત લોકમેળો યોજાતો હતો.

જેમાં જિલ્લા માંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જનતા મંદિરે દર્શન કરવા તેમજ પોતાની બાધા-આખડી પૂરી કરવા અને મેળો માણવા આવતી હોય છે. પરંતુ હાલ કોવિડ-૧૯ કોરોના વાઈરસની મહામારીને કારણે સરકારની ગાઇડલાઇન મુજબ આ વખતે પુરાણા પાવાગઢ મંદિરે હોવ-હવન યજ્ઞ અને ધાર્મિક વિધિથી ભરાતો આ લોકમેળાનું આયોજન સંપુર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે.

તેવું શ્રી બ્રહ્માણી યુવક મંડળ વાંટડાના આયોજકો દ્વારા જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું કે લોકોની ભીડભાડ અને મેળાવડાથી કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા અને માઇભક્તોના સ્વસ્થને ધ્યાનમાં લઈ કેસોની સંખ્યા વધી ન જાય તે આસાય થી કોરોના મહામારીને કાબુમાં લેવા માટે મેળાનું આયોજન રદ કરવામાં આવ્યું છે. જેથી લોકો મોટી સંખ્યામાં આવે નહીં અને સંક્રમણ ઘટાડી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.