Western Times News

Gujarati News

વેબ સિરીઝ ‘તાંડવ’ વિરુદ્ધ ફરિયાદ બાદ ઉત્તરપ્રદેશ પોલીસની ટીમ મુંબઈ રવાના

મુંબઈ, અલી અબ્બાસ ઝફરના ડિરેક્શનમાં બનેલી વેબ સિરીઝ ‘તાંડવ’ પર દિવસે ને દિવસે વિવાદ વધી રહ્યો છે, હાલ એની મુશ્કેલીમાં વધારો થયો છે. લખનઉમાં એમેઝોન પ્રાઈમ ઇન્ડિયાનાં ઓરિજિનલ કન્ટેન્ટ હેડ અપર્ણા પુરોહિત સામે FIR નોંધાઈ છે. FIRમાં સિરીઝના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર, પ્રોડ્યુસર હિમાંશુ ક્રિશ્ના મેહરા, રાઈટર ગૌરવ સોલંકી અને અન્ય લોકોનાં નામ પણ સામેલ છે. આ દરેક પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ભારતીય બંધારણની કલમ 153A, 295, 505 (1)(b), 505(2), 469, 66, 66F, 67 હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

પોલીસકર્મીની ફરિયાદ FIR કરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશનર સોમન વર્માએ કહ્યું હતું, ‘હઝરતગંજ કોતવાલીની એક ટીમ મુંબઈ રવાના થઈ છે અને FIRમાં જેનાં પણ નામ છે તે તમામની પૂછપરછ કરવામાં આવશે.’

‘તાંડવ’ વિવાદને કારણે સૈફ અલી ખાનના ઘરની બહાર પોલીસકાફલો ખડકી દેવામાં આવ્યો છે. સૈફ હાલમાં જેસલમેરમાં શૂટિંગ કરી રહ્યો છે. ઘરમાં કરીના તથા તૈમુર જ છે. હાલમાં કરીના કપૂરને આઠમો મહિનો જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.