Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં સરકાર વિરૂધ્ધ પ્રદર્શનઃ માર્ગો પર લોકોના હાથમાં મોદીની તસવીર

નવીદિલ્હી, પાકિસ્તાનમાં આધુનિક ભારતીય સિંધી રાષ્ટ્રવાદના સંસ્થાપકોમાંથી એક જીએમ સૈયદની ૧૧૭મી જયંતી પર આયોજિત એક વિશાળા આઝાદી સમર્થક રેલીમાં પ્રદર્શનકારીઓએ સિંધુદેસની આઝાદી માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વિશ્વ નેતાઓની તસવીરોવાળા ફોટો હાથ ઉઠાવી રાખ્યા હતાં પાકિસ્તાનના સિંધ પ્રાંતના જમસોરો જીલ્લામાં સૈયદના ગૃહનગરમાં આયોજીત વિશાળ રેલી દરમિયાન લોકોએ આઝાદીના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા તેમણે દાવો કર્યો કે સિંધ સિંધુ ધાટી સભ્યતા અને વૈદિક ધર્મનું ઘર છે જેને બ્રિટીશ સામ્રાજય દ્વારા ગેરકાયદેસર કબજાે કરી લેવામાં આવ્યો હતો અને તેમના દ્વાા ૧૯૭૪માં પાકિસ્નના ઇસ્લામી હાથોમાં સોંપી દેવામાં આવ્યો હતો.

જેઇ સિંધ મુત્તહિદા મહાજના અધ્યક્ષ શફી મોહમ્મદ બુરફાનતે કહ્યું કે વિદેશી અને દેશી લોકોની ભાષાઓ અને વિચારોએ ફકત એક બીજાને પ્રભાવિત કર્યા છે એટલું જ નહીં માનવ સભ્યતાના સામાન્ય સંદેશને સ્વીકાર અને અવશોષિત કર્યું છે તેમણે કહ્યું કે પૂર્વ અને પશ્ચિમના ધર્મો દર્શન અને સભ્યતાના આ એતિહાસિક સંકને અમારી માતૃભૂમિ સિંધને માનવતાના ઇતિહાસમાં એક અલગ સ્થાન આપ્યું છે.

બરફતે કહ્યું કે જયારે સિંધે ભારતને પોતાનું નામ આપ્યું સિંધના નાગરિક જે ઉદ્યોગ દર્શન સમુદ્રી નેવિગેશન ગણિત અને ખગોળ વિજ્ઞાનના ક્ષત્રમાં અગ્રણી હતાં તે આજે પાકિસ્તાનના સંધ દ્વારા ઇસ્લામ ઓ ફાસીવાદી આતંકવાદથી ઝંઝીરમાં બંધાયેલા છે સિંધમાં અનેક રાષ્ટ્રવાદી પક્ષ છે જે એક સ્વતંત્ર સિંધ રાષ્ટ્રની વકાલત કરી રહ્યાં છે. વિવિધ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મો પર આ મુદ્દાને ઉઠાવતા રહ્યાં છે અને પાકિસ્તાનને એક એવા વ્યવસાયી બતાવે છે જે સંસાધનોનું દોહન જારી રાખે છે અને આ ક્ષેત્રમાં માનવાધિકારોના ભંગમાં સામેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.