Western Times News

Gujarati News

સ્મોકર્સ-શાકાહારીઓમાં કોરોનાનું જાેખમ ઓછું

નવી દિલ્હી: દેશમાં કરાયેલા એક સર્વે અનુસાર ધૂમ્રપાન અને શાકાહારી લોકોમાં કોરોના ચેપનું જાેખમ ઓછું છે. આ સર્વે કર્યો છે દેશની સર્વોચ્ચ સંશોધન સંસ્થા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ દ્વારા. સીએસઆઈઆરએ દેશભરમાં આ સર્વે કર્યા બાદ પરિણામો જાહેર કર્યા છે.

સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે ઓ બ્લડ ગ્રુપવાળાઓને કોરોનાના જાેખમનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે બી અને એબી બ્લડ ગ્રુપવાળા લોકોમાં કોરોના ચેપનું જાેખમ વધારે છે. દેશભરમાં કરવામાં આવેલા આ સર્વે માટે સીએસઆઈઆઈએ ૧૦,૪૨૭ લોકોના નમૂના લીધા છે. આ લોકો સીએસઆઈઆરની દેશના વિવિધ ભાગોમાં હાજર ૪૦ પ્રયોગશાળાઓમાં કામ કરે છે.

અથવા તેમના પરિવારના સભ્યો. આ સર્વેમાં લોકોને આઝાદી મળી હતી કે તેઓ તેમાં ભાગ લેવા માંગે છે કે નહીં. સર્વેક્ષણનો હેતુ કોરોના સામે એન્ટિબોડીઝની હાજરી શોધી કાઢવાનો હતો. સીએસઆઈઆરની સંસ્થા જેનોમિક્સ અને ઇન્ટિગ્રેટીવ બાયોલોજી (આઇજીઆઈબી) દિલ્હી દ્વારા સર્વેની શરૂઆત કરવામાં આવી હતી.

૧૦,૪૨૭ લોકોમાંથી ૧૦૫૮ અથવા લગભગ ૧૦.૧૪ ટકા લોકોમાં કોરોના સામે એન્ટિબોડીઝ મળ્યાં હતા. આઈજીઆઈબીના સિનિયર સાયન્ટિસ્ટ શાંતનુ સેન ગુપ્તાએ જણાવ્યું હતું કે ત્રણ મહિનાના ફોલો-અપ પછી, એવું જાણવા મળ્યું છે કે કોરોના સામે એન્ટિબોડીઝ ૩૪૬ લોકોમાં સ્થિર છે, પરંતુ કોરોનાને દૂર કરનારા પ્લાઝ્‌માની પ્રવૃત્તિ ઓછી થઈ રહી છે.

છ મહિના પછી જ્યારે ફરીથી નમૂના લેવાયો, ત્યારે જાણવા મળ્યું કે ૩૫ લોકોમાં એન્ટિબોડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. પરંતુ પ્લાઝ્‌મા પ્રવૃત્તિનું સક્રિયકરણ વધુ છે. શાંતનુએ કહ્યું કે અમારા રીસર્ચમાં એવું બહાર આવ્યું છે કે જે ધૂમ્રપાન કરે છે તેમને કોરોના ચેપનું પ્રમાણ ઓછું હોય છે.

જ્યારે આ ખૂબ જ આશ્ચર્યજનક છે, કારણ કે કોરોના પ્રથમ ફેફસાંને નુકસાન પહોંચાડે છે. અહીં ધૂમ્રપાન ફેફસાંને કોરોનાથી સુરક્ષિત કરે છે તે તીવ્ર અભ્યાસનો વિષય છે. તે ફક્ત ભારતમાં જ નથી. ન્યુયોર્ક, ઇટાલી, ફ્રાન્સ અને ચીનમાં અગાઉના અભ્યાસમાં બહાર આવ્યું છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને કોરોના ચેપનું જાેખમ ઓછું હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.