Western Times News

Gujarati News

લીમડાના ઝાડમાંથી સફેદ પ્રવાહી નીકળતા કુતુહુલ, દૈવી ચમત્કાર સાથે સરખાવતાં લોકોથી ભીડ     

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લાના મેઘરજ  તાલુકાના ભૂતિયા ગામે ઘર નજીક આવેલા એક લીમડાના ઝાડ માંથી સફેદ કલર ના દૂધ જેવા તરલ પ્રવાહી નીકળવા ની ઘટનાએ ગ્રામજનો માં ભારે કુતુહલ પેદા કર્યું છે. છેલ્લા ત્રણ  દિવસ થી નીકળતા પ્રવાહીને કેટલાક ગ્રામજનો ધાર્મિક ચમત્કાર સાથે સરખાવી રહ્યા છે. લોકો લીમડામ દેવી દેવતાનો વાસ હોવાનું જણાવી રહ્યા છે અને સફેદ પ્રવાહીમાંથી નાળિયેરના પાણી જેવો સ્વાદ આવતો હોવાથી પ્રસાદીરૂપે ગ્રહણ કરી રહ્યા છે

હાલ તો ભુતિયા ગામે લીમડાના ઝાડમાંથી નીકળતા સફેદ પ્રવાહીને  જોવા લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા હોવાની સાથે શ્રદ્ધાને પણ જોડી રહ્યા છે બીજીબાજુ આ જીઓલોજીક ડિસઓર્ડર નામની ઝાડમાં જોવા મળતી એક પ્રકારની બીમારી હોવાનું વનસ્પતી પ્રેમએ જણાવ્યું હતું

ભુતિયા ગામે રહેણાંક મકાન પાસે આવેલ લીંબડાના ઝાડ ના થડ માંથી દૂધ જેવું પ્રવાહી છેલ્લા ૩ દિવસ થી નીકળી રહ્યું છે.આ ઘટના ની જાણ ગ્રામજનો માં થતા લોકટોળા એકત્ર થઇ રહ્યા છે,કેટલાક ગ્રામજનો આ ઘટનાને ધાર્મીક ચમત્કાર સાથે સરખાવી રહ્યા છે.સ્થાનીક લોકો લીમડામાંથી અચાનક જ સફેદ રંગનુ પ્રવાહી નીકળતું હોવાથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે કેટલાક લોકો તો લીમડામાં નદીની જેમ પાણી વહેવાનો અવાજ આવતો હોવાનું જણાવી રહ્યા છે અમુક લોકોતો સફેદ પ્રવાહીને ચમત્કારીક પ્રવાહી તરીકે બોટલ પણ ભરી ઘરે લઈ જતા હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી

લીમડાના ઝાડમાંથી સફેદ પાણી કેમ નીકળે છે તે જાણો 
વનસ્પતિ શાસ્ત્ર માં આવી ઘટનાને રસાયણીક ક્રિયા તરીકે વર્ણવવામાં આવી છે. જેમાં લીમડા ના વૃક્ષ માંથી તરલ પદાર્થ નીકળે તે જીઓલોજીકલ ડીસ ઓર્ડરની બીમારી થઇ હોવાનું જણાવાયું છે. લીમડાના થડ માંથી સફેદ દૂધ જેવું પ્રવાહી નીકળે છે. એ ઘટના ચાર -પાંચ દિવા બાદ બંધ થઇ જાય છે.જો કે ભૂતિયા ગામની ઘટના એ ગ્રામજનો માં ભારે કુતુહલ પેદા કર્યું છે,આસપાસ ના ગામો માંથી પણ લોકો કુતુહલવશ ત્યાં પહોંચી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.