Western Times News

Gujarati News

પેટ્રોલ અને ડીઝલની કિંમત હવે કાબૂ બહાર ગઈ

નવીદિલ્હી, પેટ્રોલ અને ડીઝલની કિંમત હવે કાબૂ બહાર ગઈ છે. અનેક રાજ્યોમાં તે રેકોર્ડ લેવલ પર પહોંચી ચૂકી છે. દિલ્હીમાં પણ પેટ્રોલનો ભાવ ૮૫ રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગયો છે. જ્યારે કે, ડીઝલની કિંમત પણ ૭૫ રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૯૨ રૂપિયા થઈ ગયા છે.

આજના ડીઝલના ભાવમાં ૨૪ થી ૨૫ પૈસાનો વધારો થયો છે, તો પેટ્રોલના ભાવમાં પણ ૨૨ થી ૨૫ પૈસાનો વધારો થયો છે. આ મહિનાના જાન્યુઆરીમાં પેટ્રોલના ભાવ અત્યાર સુધી ૧.૪૯ રૂપિયા સુધી વધી ચૂક્યો છે. ૧ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૩.૭૧ રૂપિયા પ્રતિ લીટર હતો, જ્યારે કે આજે ૮૫.૨૦ રૂપિયા થઈ ગયો છે. આ રીતે દિલ્હીમાં ડીઝલ જાન્યુઆરીથી અત્યાર સુધી ૧.૫૧ રૂપિયા મોંઘુ થઈ ચૂક્યું છે. ૧ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ડીઝલનો ભાવ ૭૩.૮૭ રૂપિયા પ્રતિ લીટર હતું, જ્યારે કે આજનો ભાવ ૭૫.૩૮ રૂપિયા પ્રતિ લીટર છે. અન્ય મેટ્રો શહેરોની વાત કરીએ તો મુંબઈમાં આજે પેટ્રોલના ભાવ ૯૧.૮૦ રૂપિયા, કોલકાત્તામાં ભાવ ૮૬.૬૩ રૂપિયા અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ ૮૭.૮૫ રૂપિયા પ્રતિ લીટર છે. આ રીતે ડીઝલનો ભાવ દિલ્હીમાં ૭૫.૩૮ રૂપિયા, મુંબઈમાં ૮૨.૧૩ રૂપિયા, કોલકાત્તામાં ૭૮.૯૭ રૂપિયા અને ચેન્નાઈમાં ૮૦.૬૭ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.