Western Times News

Gujarati News

મોદી અને જિનપિંગ વર્ચુઅલ દાવોસ શિખર સંમેલનમાં ભાગ લેશે

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ આ મહીનાના અંતમાં વિશ્વ આર્થિક મંચ (ડબ્લ્યુઇએફ)ના પાંચ દિવસીય ઓનલાઇન દાવોસ એજન્ડા શિખર સંમેલનમાં ભાગ લેનાર વિશ્વના નેતાઓમાં સામેલ થશે આ સંમેલનમાં નરેન્દ્રસિંહ તોમર,નિતિન ગડકરી સ્મૃતિ ઇરાની પીયુષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક કેન્દ્રીય મંત્રી તથા મુકેશ અંબાણી અને આનંદ મહિદ્રા જેવા વરિષ્ઠ કારોબારી ભાગ લેશે.

ડબ્લ્યુએએફ ભોતિક રીતથી આમને સામનેનું શિખર સંમેલન આ વખતે મેમાં સિંગાપુરમાં કરાવાશે અત્યાર સુધી આ સ્વિટ્‌ઝરલૈંડના સ્કી રિસોર્ટ શહેર દાવોસમાં થતુ આવતુ હતું. ડબ્લ્યુઇએફ દાવોસ બેઠકને આ વખતે એક આભાસી કાર્યક્રમ આયોજિત કરી રહ્યું છેે જેને દાવોસ એજન્ડા શિખર સંમેલન નામ આપવામાં આવ્યું છે તેનું આયોજન ૨૫ જાન્યુઆરીથી ૨૯ જાન્યુઆરી દરમિયાન થવા જઇ રહ્યું છે.

ડબ્લ્યુઇએફએ એક યાદીમાં કહ્યું છે કે રાજય,સરકાર ના વડા જેમણે પોતાની ભાગીદારીની પુષ્ટી કરી છે તેમાં શિ જિનપીગ નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોન જર્મન ચાંસલર એજેલા મર્કેલ યુરોપીય આયોદના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયરન ઇટાલીના વડાપ્રધાન ગુસેપ કાૈંતે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જે ઇન અઝરાયેલના વડાપ્રધાન વેંજામિન નેતન્યાહૂ અને સિંગાપુરના પ્રધાનમંત્રી લી સિયન લુંગ સામેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.