Western Times News

Gujarati News

નવી પ્રાઈવેસી પોલિસી પરત ખેંચવા કેન્દ્રનો વોટ્‌સએપને પત્ર

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે સોશિયલ મેસેજિંગ એપ વોટ્‌સએપની પોતાની નવી પ્રાઈવસી પોલિસી પરત લેવા માટે કહ્યું છે. સરકારનું કહેવું છે કે, આ રીતે એકપક્ષીય ફેરફાર યોગ્ય નથી અને તેને સ્વીકાર કરવામાં આવી શકતા નથી. મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીએ તેને લઈ વોટ્‌સએપના સીઈઓ વિલ કેચકાર્ટને પત્ર લખ્યો છે.

મંત્રાલયે વોટ્‌સએપના સીઈઓને પત્રમાં લખ્યું છે કે, ભારતમાં વોટ્‌સએપના સૌથી વધારે યુઝર્સ છે. વોટ્‌સએપની સેવાઓને લઈને આ દુનિયાનું સૌથી મોટું બજાર છે. વોટ્‌સએપે પોતાની નવી પ્રાઈવસી પોલિસીને લઈને થોડા દિવસોથી સફાઈ આપવાનું શરૂ કર્યું છે. અને કહ્યું છે કે યુઝર્સની પ્રાઈવેટ ચેટને તે એક્સેસ કરતું નથી અને ફેસબૂક તેમજ વોટ્‌સએપ યુઝર્સની કોલિંગ સાંભળતું નથી.

વોટ્‌સએપે પોતાની ટર્મ્સ એન્ડ સર્વિસ તેમજ પ્રાઈવસી પોલિસીમાં ફેરફાર કર્યો છે જેને ૮ ફેબ્રુઆરી ૨૦૨૧થી લાગુ કરવાનો હતો. પણ તેના વિરોધને કારણે હવે તેને ૩ મહિના એટલે કે ૧૫ મે સુધી ટાળી દેવામાં આવ્યો છે. મંત્રાલયે લખેલાં પત્રમાં આ ફેરફારને લઈ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. મંત્રાલયે ફેરફારને પરત લેવા માટે કહ્યું છે. આ ઉપરાંત ઈન્ફોર્મેશન પ્રાઈવસી, ફ્રીડમ ઓફ ચોઈસ અને ડેટા સિક્યોરિટીને લઈને ફરી એકવાર વિચાર કરવા માટે કહ્યું છે.

એક દિવસ પહેલા ૧૫મા ઈન્ડિયા ડિજિટલ સમિટ કોમ્યુનિકેશન્સમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટર રવિ શંકર પ્રસાદે કહ્યું હતું કે ફેસબૂક, વોટ્‌સએપ સહિત કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ ભારતમાં કારોબાર કરવા માટે સ્વતંત્ર છે પણ ભારતીય નાગરિકોના અધિકારોનું હનન થવું જાેઈએ નહીં. ડેટાને લઈને પ્રસાદે કહ્યું કે તેને યુઝર્સની મંજૂરી બાદ જ એકત્ર કરવો જાેઈએ અને તેને એ ઉદ્દેશ માટે જ ઉપયોગ કરવો જાેઈએ જેના માટે યુઝર્સે મંજૂરી આપી હોય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.