Western Times News

Gujarati News

ધુમ્મસનો કહેર, ટ્રક અને અનેક ગાડીઓ વચ્ચે ટક્કર, ૧૩નાં મોત

જલપાઈગુડી: પશ્ચિમ બંગાળ સ્થિત જલપાઈગુડીના ધુપગુરી સિટીમાં ધુમ્મસના કારણે અનેક ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ ગઈ. આ દુર્ઘટનામાં ૧૩ લોકોનાં મોત થયા છે. બીજી તરફ ઘાયલ લોકોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તો બોજી તરફ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ૧૮ લોકો ઘાયલ પણ થયા હોવાનું કહેવાય છે.

જલપાઈગુડીના એએસપી ડૉ. સુમંત રાયે જાણકારી આપી કે મંગળવાર રાત્રે ટ્રક માયાનાલથી જઈ રહ્યો હતો. બીજી તરફથી એક ટાટા મેજિક અને મારૂતિ વાન રોન્ગ સાઇડમાં આવી રહી હતી. આ દરમિયાન ધુમ્મસના કારણે પહેલા ટ્રક અને ટાટા મેજિકની ટક્કર થઈ અને પછી મારૂતિ વાન પણ ટકરાઈ ગઈ. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, એક્સીડન્ટ દરમિયાન ટ્રકમાંથી અનેક બોલ્ડર છટકીને બીજી ગાડીઓ પર પડ્યા.

આ મામલામાં પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. તેમનો દાવો છે કે બોલ્ડરથી ભરેલી ટ્રક એક બીજા ટ્રકને ઓવરટેક કરવાના પ્રયાસમાં હતી, જેને કારણે આ દુર્ઘટના બની. એએસપીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં ૧૮ લોકો ઘાયલ થયા છે જેમને પહેલા ધુપગુડીની એક હૉસ્પિટલ માટે રવાના કરવામાં આવ્યા અને પછી તેમને જલપાઈગુડીની હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. પશ્વિમ બંગાળના જલપાઇગુડીમાં ધુમ્મસના કારણે મોટો અકસ્માત સર્જાયો છે. ધુપગુડી વિસ્તારમાં બોલ્ડરથી ભરેલી એક ટ્રક મંગળવારે રાત્રે ૯ વાગે ઘણી ગાડીઓ એકસાથે ટકરાઇ ગઇ. આ અકસ્માતમાં ૧૩ લોકોના મોત થયા છે, જ્યારે ૧૮ લોકોને ઇજા પહોંચી છે.

ઇજાગ્રસ્તોને જલપાઇગુડીની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જલપાઇગુડીના એએસપી ડો. સુમંત રોયના અનુસાર બોલ્ડરથી ભરેલી એક ટ્રલ માયાનાલીથી પસાર થઇ રહી હતી. ટ્રક મયનાગુડી તરફ જઇ રહી હતી. બીજી તરફ એક ટાટા મેજિક, મારૂતિ વાન રોંગ સાઇડમાં આવી રહી હતી. ધુમ્મસના કારણે પહેલાં ટ્રક અને ટાટા મેજિક વચ્ચે ટક્કર થઇ. પછી ટ્રક અને મારૂતિ વાન વચ્ચે ટક્કર થઇ હતી.

આ દરમિયાન ટ્રકમાં ભરેલા બોલ્ડર ગાડીઓ પર પડ્યા, આ અકસ્માતમાં ૧૩ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે ૧૮ લોકોને ઇજા પહોંચી, જેમને પહેલાં ધુપગુડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, પછી તેમને જલપાઇગુડીની હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો બોલ્ડરથી ભરેલો ટ્રક, એબીજા ટ્રકની ઓવરટેક કરી રહ્યો હતો. આ દરમિયાન રોંગ સાઇડમાંથી આવી રહેલી ગાડીઓ સાથે તેની ટક્કર થઇ અને બોલ્ડર બીજી ગાડીઓ પર પડ્યા હતા. અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.