Western Times News

Gujarati News

પોલીસની ર્નિદયતાથી મહિલાનું મોત થયાનો પરિવારનો આક્ષેપ

ગીર-સોમનાથ: વેરાવળના કાજલી ગામ ખાતે પોલીસની ર્નિદયતાને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યાનો આક્ષેપ પરિવારે લગાવ્યો છે. જે બાદમાં પરિવાર મૃતદેહ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે પોલીસની ર્નિદયતાને કારણે તેમના પરિવારના સભ્ય શાંતિબેન પરમારનું નિધન થયું છે. પરિવારનો આક્ષેપ છે કે ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે પરિવારના સભ્યો પૈસા લેવા માટે ઘરે ગયા હતા. આ દરમિયાન પોલીસે ગાડી ડિટેઇન કરી નાખી હતી. આથી પૈસા હૉસ્પિટલ પહોંચવામાં વાર લાગી હતી.

આ કારણે મહિલાને વેરાવળતી રાજકોટની હૉસ્પિટલમાં ખસેડવામાં વાર લાગી ગઈ હતી. જે બાદમાં પરિવાર મૃતદેહ સાથે પોલીસ મથક સમક્ષ ધરણા કર્યાં હતાં. મળતી માહિતી પ્રમાણે વેરાવળની ખાનગી હૉસ્પિટલમાંથી માતાને વધુ સારી સારવાર માટે રાજકોટની હૉસ્પિટલમાં ખસેડવા માટે મૃતક મહિલાનો પુત્ર તેના ગામ કાજલી ખાતે પૈસા લેવા ગયા હતા. આ દરમિયાન તે પરત આવી રહ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસે તેનું બાઇક જપ્ત કરી લીધું હતું. આથી પુત્ર હૉસ્પિટલ ખાતે મોડો પહોંચ્યો હતો. પોલીસની આવી ર્નિદયતા બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્‌યો હતો.

જે બાદમાં પરિવાર મૃતદેહ સાથે પ્રભાસ પાટણ પોલીસ મથક ખાતે પહોંચી ગયો હતો. જાેકે, સમજાવટ બાદ પરિવારે મહિલાના અંતિમ સંસ્કાર કર્યાં હતા. પોલીસ આ મામલે યોગ્ય પગલાં લેવાની મૌખિક ખાતરી આપવામાં આવી છે. કાજલી ગામના શાંતિબેનની સારવાર વેરાવળની એક ખાનગી હૉસ્પિટલમાં ચાલી રહી હતી. જે બાદમાં તેમના વધારે સારવાર માટે રાજકોટ ખસેડવાની જરૂરી પડી હતી. આથી શાંતિબેનના બે પુત્રો બાઇક પર કાજલી ગામ ખાતે પૈસા લેવા માટે ગયા હતા. પરત આવી રહ્યા હતા

ત્યારે પ્રભાસ પાટણના ઝાંપા ખાતે ટ્રાફિક પોલીસે બંનેને રોકીને બાઇક ડિટેઇન કરી નાખ્યું હતું. બંનેએ પોતાની માતા બીમાર હોવાથી હૉસ્પિટલ જવા દેવામાં આવે તેવી વિનંતી પણ કરી હતી. જાેકે, પોલીસે બાઇક છોડ્યું ન હતું. આ દરમિયાન બે કલાક જેટલો સમય નીકળી ગયો હતો. બે કલાક બાદ પૈસા લઈને પહોંચ્યા ત્યાર બાદ એમ્બ્યુલન્સમાં મહિલાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

જાેકે, રાજકોટ સારવાર મળે તે પહેલા જ તેમનું નિધન થયું હતું. બાદમાં મૃતદેહને પરત લાવીને પરિવારના સભ્યો પ્રભાસ પાટણી પોલીસ મથકે પહોંચી ગયા હતા. મૃતદેહને પોલીસ સ્ટેશનના આંગણમાં જ રાખીને બાઇક ડિટેઇન કરનાર પોલીસકર્મી સામે કાર્યવાહી કરવાની માંગ પરિવારના સભ્યોએ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.