Western Times News

Gujarati News

ઝઘડિયા APMC ખાતે ટેકાના ભાવે તુવેર ખરીદી કરવામાં આવશે

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ખેડૂતો તુવેર વેચાણ કરવા માંગતા હોય તો તેમણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેના માટે ૭/૧૨, ૮ અ ની નકલ, તલાટીનો વાવેતરનો દાખલો, આધારકાર્ડ, બેંક પાસબુક અને કેંસલ ચેક રજીસ્ટ્રેશન સમયે આપવા પડશે.

ઝઘડિયા એપીએમસી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે ઝઘડિયા તાલુકામાં તુવેર પકવતા ખેડૂતોને તુવેરનો પાક સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ટેકાના ભાવે ખરીદવામાં આવશે. એપીએમસી દ્વારા જણાવાયું છે કે ઝઘડિયા તાલુકાના તુવેર પકવતા ખેડૂતો જેઓ ચાલુ ખરીફ માર્કેટિંગ સિઝન વર્ષ ૨૦૨૦-૨૧ માં તુવેરનું વાવેતર કરેલ છે

અને તેઓ પોતાની તુવેર સરકાર દ્વારા બાંધેલા પ્રતિ ક્વિન્ટલ ૬૦૦૦ રૂપિયાના ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેઓએ સરકાર દ્વારા નક્કી કરેલ સમય મર્યાદા મુજબ તા.૧૫.૧.૨૧થી ૩૧.૧.૨૧  સુધીમાં રજીસ્ટ્રેશન જે તે નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર (ગ્રામ પંચાયત) ખાતેથી નોંધણી કરાવવાની રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂત મિત્રો જ્યારે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે જાય ત્યારે પોતાનો મોબાઈલ સાથે લઈ જવો જેના પર રજીસ્ટ્રેશન માટે ઓટીપી આવશે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરનાર ઓપરેટરને રજીસ્ટ્રેશન સમય આપવાનો રહેશે.ટેકાના ભાવે તુવેર વેચાણ અર્થે ઓનલાઈન માટેના રજૂ કરવા માટે પુરાવામાં જમીનના ઉતારા ૭/૧૨, ૮ અ ની તાજેતરની નકલ, ખરીફ સીઝન વર્ષ ૨૦૨૦-૨૧ માં તુવર વાવેલ છે તે મતલબ તલાટીનો વાવેતરનો દાખલો,આધાર કાર્ડ ની ઝેરોક્ષ,બેંક પાસબુક અને કેંસલ ચેક રજીસ્ટ્રેશન સમયે આપવાના રહેશે તેમ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.