Western Times News

Gujarati News

પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર મોતની સવારીના દ્રશ્યો કેમેરામાં કેદ

પ્રાંતિજ: સાબરકાંઠાજિલ્લા સહિત ગુજરાત ના વિવિધ જિલ્લાઓમાં ૩૨માં માર્ગ સપ્તાહ સલામતી મહિના ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જ પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર મોત ની સવારી ના દ્રશ્યો જોવા મળે છે ત્યારે પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ત્રણ રસ્તા ઉપર માસ્ક પાવતી ફાડતી પોલીસ ને મોત ની સવારી આવતા જ કશુ દેખાતુ નથી .

લો બોલો સાબરકાંઠા જિલ્લા માં ૩૨ મા માર્ગ સપ્તાહ સલામતી મહિના ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે આઠ ઉપર જિલ્લા પોલીસ અને પ્રાંતિજ પોલીસ ની મહેરબાની થી પ્રાઇવેટ વાહન ચાલકો પોતાના વાહનો માં અંદર બહાર સહિત જીપની છત ઉપર ધેટા બકરાં ની જેમ મોત ની સવારી ના દ્રશ્યો અવરનવર જોવા મળે છે

ત્યારે ગરીબ , મજુરીયાત મધ્યમ વર્ગ ના લોકો પાસેથી માસ્ક ના પહેરયુ હોય તો દંડ વસુલ કરતી પ્રાંતિજ પોલીસ અને જિલ્લા પોલીસ ને આ મોત ની સવારી ના દ્રશ્યો કેમ દેખાતા નથી ત્યારે પ્રાંતિજ ટોલ નાકા ઉપર ઉભેલ આરટીઓ ને પણ આ મોત ની સવારી ના દ્રશ્યો દેખાતા નથી

ત્યારે હાલતો મોત ની સવારી કરી રહેલ મુસાફરો કેમેરા માં કેદ થયા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું આ બધુ હપ્તા ની માર્યા જાળ છે હપ્તા ની લ્હાયમાં મોત ની સવારી ને છુટો દોર આપવામાં આવ્યો છે તેવું હાલતો જણાઇ આવે છે ત્યારે હાલતો ૩૨ મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ની ઉજવણી અંતર્ગત નેશનલ હાઈવે આઠ ઉપર દશ્યો જેવા મળી રહ્યા છે

ત્યારે લાઇન ની ગાડીઓ હોય જેથી પોલીસ અને આરટીઓ ની છત છાયા હોય તેવું સ્પષ્ટ પણે જણાઇ આવે છે ત્યારે આમને આમ રહશે તો કોઇ મોટી દુરર્ઘટના સર્જાસે તો જવાબદારી કોના શિરે રહેશે એવા કેટલાય સવાલો માત્ર સવાલ કરી રહ્યા છે પણ કોઇ જવાબ નથી  ? .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.