Western Times News

Gujarati News

મમતા બેનર્જીને વધારે એક ઝટકો, વધુ એક ધારાસભ્ય ટીએમસી છોડી ભાજપમાં જોડાયા

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય ઉથલ પાથલ તેજ બની છે. ત્યારે આ બધા વચ્ચે મમતા બનર્જીને વધારે એક મોટો ઝટકો લાગ્યો છે. ટીએમસીના દિગ્ગજ નેતા શુભેંદુ અધિકારી ભાજપામાં જોડાયા બાદ હવે પાર્ટીના વધુ એક ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા છે. આ ધારાસભ્યનું નામ અરિંદમ ભટ્ટાચાર્ય છે, જેઓ પષ્ચિમ બંગાળની શાંતિપુર વિધાનસભા સીટના ધારાસભ્ય છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ સતત પશ્ચિમ બંગાળમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતથી વિજેતા થવાનો દાવો કરી રહી છે. જેના ભાગરુપે જ તેઓ ટીએમસીના નેતાઓને ભાજપમાં સામેલ કરી રહ્યા છે.

અરિંદમ ભટ્ટાચાર્યનો સમાવેશ ટીએમસીના યુવાન અને પ્રતિભાવાન નેતાઓમાં થાય છે. જો કે અરિંદમે પોતાના રાજનૈતિક કરિયરની શરુઆત કોંગ્રેસ પાર્ટીથી કરી હતી. વ્યવસાયે વકિલ વા અરિંદમ પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પમ રહી ચુકયા છે. તેઓ 2001થી 2017 સુધી કોંગ્રેસમાં હતા અને 2017માં તેઓ ટીએમસીમાં જોડાયા હતા.

2016ના વર્ષમાં જ્યારે પશ્ચિમ બંગાળમાં ટીએમસીની લહેર હતી, તે સમયે અરિંદમે કોંગ્રેસની ટિકિટ પર શાંતિપુરમાં જીત મેળવી હતી. જેના એક વર્ષ બાદ જ તેઓ ટીએમસીમાં જોડાયા હતા. પહેલા શુભંદુ અધિકારી અને હવે અરિંદમે સાથ છોડતા મમતા માટે મુશ્કેલી તો ઉભી થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.